Gujarat

વિશ્વામિત્રીમાં માથા વગરનો વિકૃત હાલતમાં મળેલા મૃતદેહનું રહસ્ય અકબંધઃહત્યા કે મગરનો શિકાર

By GS Team
13 Aug 20251 min read
This article was originally published on 13 Aug 2025
વિશ્વામિત્રીમાં માથા વગરનો વિકૃત હાલતમાં મળેલા મૃતદેહનું રહસ્ય અકબંધઃહત્યા કે મગરનો શિકાર

વડોદરાઃ સમા-હરણી લિન્ક રોડ પર બ્રિજ નીચેથી પુરૃષની વિકૃત હાલતમાં મળેલી લાશનું રહસ્ય એક સપ્તાહ પછી પણ અકબંધ રહ્યું છે.

વિશ્વામિત્રીના ચેતક બ્રિજ નીચે એક સપ્તાહ પહેલાં મળી આવેલી અજાણ્યા પુરૃષની લાશ ડીકંપોઝ થઇ ગયેલી હતી.તેના બંને હાથ-પગ ખવાઇ ગયેલા હતા અને માથું પણ નહતું.

લાશનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરો પણ હત્યા છે કે ડૂબવાનો બનાવ છે તે નક્કી કરી શક્યા નથી.જેથી હવે મૃતકની ઓળખ થાય પછી જ રહસ્ય પરથી પડદો ઉંચકાય તેવી શક્યતા છે.

બીજીતરફ પોલીસ કમિશનરે આ બનાવ અંગે માહિતી મેળવી હતી અને મૃતકના સબંધીઓને શોધવા માટે સમા પોલીસના પીઆઇ બીબી કોડિયાતરે જુદીજુદી ટીમો બનાવી છ જિલ્લાઓમાં તપાસ કરાવી છે.પરંતુ છેલ્લા છ મહિનાના સમયગાળામાં ગૂમ થયેલા લોકોના વર્ણન સાથે અજાણી વ્યક્તિનો મૃતદેહ મળતો આવતો નથી.

ગળામાં તીણા કટિંગ જોતાં મગરના શિકારની આશંકા,પગે બોથડ પદાર્થથી ઇજા

નદીમાં મળેલા પુરુષની ઉંમર ૫૦ વર્ષની આસપાસ હોવાનું મનાય છે.પોસ્ટમોર્ટમ દરમિયાન પ્રાથમિક રીતે તેના ગળાના ભાગે નાના મોટા તીણા કટિંગ જોવા મળતાં મગરના હુમલાની આશંકા સેવાઇ રહી છે.તો બીજી બાજુ પગના ભાગે કોઇ બોથડ પદાર્થથી હુમલો થયો હોય કે પછી મગરે મૃતદેહને પછાડયો હોય તેમ લાગી રહ્યું છે.જેથી પુરૃષની હત્યા છે કે કેમ તે હજી કળી શકાયું નથી....