વડોદરામાં બિલ્ડીંગના સાતમા માળેથી નીચે ઝંપલાવી વિદ્યાર્થીનીનો રહસ્યમય આપઘાત
Vadodara Suicide Case : વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સ નામની કોમર્શિયલ બિલ્ડીગના સાતમા માળેથી મધરાતે નીચે ઝંપલાવીને એક યુવતીએ આપઘાત કર્યો હતો.
સવારના પોલીસ કંટ્રોલ રૂમને મળેલી વર્ધીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે બિલ્ડીંગના બેઝમેન્ટના ફ્લોર ઉપરથી યુવતીની લાશ લોહીલુહાણ હાલતમાં મળી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ જોતા તે નીચેથી સાતમા માળ સુધી દાદર પર ચડીને એકલી ગઈ હતી. ત્યાર પછી અગાસીમાં જવાનો રસ્તો નહીં હોવાથી તેણે સાતમા માળેથી નીચે ઝંપલાવ્યું હોઈ શકે. પોલીસે કહ્યું હતું કે બિલ્ડીંગમાં સિક્યુરિટી હતી જેના કારણે યુવતી પાછળના ગેટમાંથી અંદર પ્રવેશી હતી. પ્રાથમિક તપાસમાં યુવતી જીએસએફસી યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે તેણે આપઘાત કેમ કર્યો તે અંગે તપાસ ચાલી રહી છે.