ઝાડ પર ગળા ફાંસો ખાઈ યુવાનનો રહસ્યમય આપઘાત
મધ્ય પ્રદેશના મૂળ વતની અને હાલ પાદરા તાલુકાના ડભાસા ગામે રહેતા બ્રિજેશ અંબાલાલ પટેલના ગોડાઉનમાં રહેતા 28 વર્ષના અમાનસિંહ પ્રતાપસિંહ રાજપુતે સવારના સાત વાગ્યા પહેલા કોઇપણ સમયે ગોડાઉનની બહાર આવેલ ખેતરમા સપ્તપર્ણીના ઝાડ ઉપર પ્લાસ્ટીકના લોખંડના કલેમ્પ વાળા પટ્ટા વડે ગળા ફાંસો ખાઇ આપઘાત કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરપ્રાંતિય યુવાને ક્યાં કારણોસર મોત વહાલું કર્યું તે અંગે પોલીસે સબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી છે.