જામનગરના રણજીત નગર હુડકો વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરણીતાને દહેજ ભૂખ્યા સાસરિયાઓનો ત્રાસ
જામનગરમાં રણજીત નગર હુડકો વિસ્તારમાં રહેતી કૌશરબાનું મહેબુબભાઇ સફિયા નામની 31 વર્ષની સંધિ જ્ઞાતિની મુસ્લિમ પરણીતાએ પોતાના દહેજ ભૂખ્યા પતિ મહેબૂબ ઓસમાણભાઈ સફિયા, ઉપરાંત સાસુ ફાતમાંબેન ઓસમાણભાઈ સફિયા અને સસરા ઓસમાણભાઈ ઉમરભાઈ સફિયા સામે પોતાને દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલા પાસેથી આરોપી પતિ સાસુ અને સસરા ત્રાસ આપીને અગાઉ દહેજમાં પૈસા માંગ્યા હતા, તેઓની માંગણી સંતોષી દીધી હોવા છતાં હજુ વધુ પૈસાની માંગણી કરીને ઘરમાંથી કાઢી મૂકી હોવાથી મામલો મહિલા પોલીસ મથકમાં લઈ જવાઇ છે. જે ત્રણેય સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઇ રહી છે.