Gujarat

જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં આવેલી જમીનના વેચાણના મામલે મુસ્લિમ મહિલા સાથે છેતરપિંડી

By GS TEAM
12 Sep 20251 min read
TukuTouch Logo
જમીનનો સોદો કરી અવેજ પેટે 5.64 લાખની રકમ મેળવી લીધા બાદ દસ્તાવેજ નહીં કરી આપી હાથ ખંખેર્યા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં આવેલી જમીનના વેચાણના મામલે મુસ્લિમ મહિલા સાથે છેતરપિંડી

Jamnagar : જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં રહેતા બાનુબેન મોહમ્મદભાઈ શેખ નામના 65 વર્ષના વૃદ્ધ મહિલાએ પોતાની સાથે જમીનના વેચાણના બહાને છેતરપિંડી કરી 5,64,300 ની રોકડ રકમ મેળવી લીધા બાદ હાથ ખંખેરી નાખવા અંગે સિલ્વર સોસાયટીમાં રહેતા ઈરફાન કાસમભાઇ શેખ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીએ મોટા થાવરીયા ગામમાં આવેલી એક જમીન કે જેનો ફરિયાદી બાનુબેનને વેચાણ કરવા માટેનો સોદો કર્યો હતો, અને તે જમીન માટેના કરાર મુજબ અવેજ પેટેની 5,64,300 ની રકમ મેળવી લીધી હતી. જે રકમ પણ પરત કરી ન હતી, અને દસ્તાવેજ પણ નહીં કરી હાથખંખેરી નાખતાં આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે પંચકોશી એ. ડિવિઝનના પી.એસ.આઇ એ.આર.પરમાર વધુ તપાસ ચલાવે છે.