Get The App

અમરેલીમાં ઓનર કિલિંગ: મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ થતાં પિતા બન્યો હત્યારો, ગળું દબાવી કરી હત્યા

Updated: Apr 25th, 2025

GS TEAM

Google News
Google News
અમરેલીમાં ઓનર કિલિંગ: મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ થતાં પિતા બન્યો હત્યારો, ગળું દબાવી કરી હત્યા 1 - image

Honor killing in Amreli: અમરેલી જિલ્લામાં ખાંભાના ડેડાણ ગામમા મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પિતાએ સમાજમાં આબરૂના ડરના કારણે રાત્રીના સમયે ગળું દબાવી હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે ખાંભા પોલીસે પુત્રીના સગા પિતાની આરોપી તરીકે ધરપકડ કરી છે. 

ખાંભાના ડેડાણ ગામમાં ઓનરકિલિંગની દુ:ખદ ઘટના સામે આવી છે. જ્યાં પિતાએ 22 વર્ષીય પુત્રી ઇશિકાબેન ખોખરની હત્યા કરી દીધી હતી. યુવતીના પ્રેમસંબંધને કારણે પરિવારજનો નારાજ હતા. દરમિયાન દીકરી પણ જીદે ચડી હતી ગામના હિન્દુ યુવક કાના સાથે લગ્ન કરવા, પરંતુ અન્ય ધર્મના હોવાથી પિતા રાજી ન હતા. પરિવારજનો અન્ય જગ્યાએ યુવતીની સગાઈ કરી લગ્ન કરવા માંગતો હતો. દીકરીએ જીવના જોખમને પગલે 181 અભયમની મદદ માગી હતી. ટીમ પહોંચી પણ દીકરી ન ઉઠી એટલે પોલીસ આવતાં બનાવનો ભાંડો ફૂટ્યો હતો. 

આ પણ વાંચો: 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારા હેવાનને ફાંસી, ખંભાત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

જોકે, આ દરમિયાન દીકરીને પ્રેમસંબંધ હોવાથી કારણે સમાજમાં આબરૂ જવાની બીકે યુવતીના પિતા મજીદભાઇ ગુલાબભાઇ ખોખરે રાત્રિના સમયે ગળું દબાવી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઈ ખાંભા પોલીસ એ.એસ.પી.જયવીર ગઢવી સહિત પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ખાંભા પોલીસ ફરિયાદી બની આરોપી પિતા સામે હત્યાનો ગુન્હો નોંધી ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

ખાંભા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.રવિરાજ સિંહ ચૌહાણ જાતે જ  ફરીયાદી બન્યા હતા. જેમાં ફરિયાદ નોંધાઈ તે પ્રમાણે વહેલી સવારે મહિલા હેલ્પલાઈન 181 અભયમની ટીમ ડેડાણ ગામમાં મજીદભાઈના ઘરે પહોંચી હતી.  હત્યા પહેલા ઇશિકાબેનએ 181ની અભ્યમ ટીમ પાસે મદદ માંગી હતી. આ મામલે ગંભીરતા દાખવી ખાંભા પોલીસને બોલાવવામાં આવી હતી.