રમઝાનમાં રોઝા અને શ્રાવણમાં ઉપવાસ, ધર્મોના સીમાડા ઓળંગતા મુસ્લિમ અહેસાનભાઈ ચૌહાણની શિવભક્તિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot An Example Of Communal Unity: ‘ધર્મ કોઈ ભિન્નતા નથી લાવતો, તે તો એક જ સત્યના વિવિધ માર્ગો છે. માનવતા એ સૌથી મોટો ધર્મ છે, જ્યાં દરેક આત્મા એકબીજાને પ્રેમ અને સન્માન આપે છે. હું જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહું છું, ત્યાં અમારો એક માત્ર મુસ્લિમ પરિવાર વસે છે. બાળપણમાં શિક્ષિકાએ વર્ગમાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો મહિમા અને ઉપવાસ વિશે સમજાવ્યું હતું. તેમની વાતોથી પ્રેરીત થઇ મેં અભ્યાસમાં સારા પરિણામ માટે ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું.
મારા પરિવારમાં ‘સર્વ ધર્મ સમભાવ’ અને હિન્દુ મિત્રો વચ્ચે રહ્યો હોવાથી હું રોઝા અને ઉપવાસ બંને રાખું છું. મારા માટે બંનેનું એક સરખું જ મહવ છે. ’ આ શબ્દો છે અહેસાનભાઈ ચૌહાણના, જેઓ રોઝા પણ કરે છે અને પવિત્ર શ્રાવણ માસમાં શિવ આરાધના સાથે ઉપવાસ પણ કરે છે.
34 વર્ષથી ઉપવાસ કરે છે મુસ્લિમ શિવ ભક્ત
રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય અહેસાનભાઇ મુસ્લિમ હોવાની સાથે ભગવાન શિવના પણ ભક્ત છે. તેઓ લોકોની મદદ કરી માનવ ધર્મનું ઉામ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહેસાનભાઇ ચૌહાણ કહે છે કે, ‘મારા ઘરથી 10 કિલોમીટર દૂર આવેલા ઇશ્વરીયા મહાદેવ મંદિરે છેલ્લાં 34 વર્ષથી આખો શ્રાવણ મહિનો પગપાળા ચાલીને જાઉં છું. હું જરૂરિયાતમંદ લોકો, દિવ્યાંગો અને વડીલોને બની શકે તેટલી મદદ કરું છું. 21 વર્ષથી હું સ્વ ખર્ચે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે વડીલો અને દિવ્યાંગોને સોમનાથ મહાદેવના દર્શનાર્થે લઇ જાઉં છું. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે લોકોને જમાડું છું. મને મંદિરમાં શાંતિનો અનુભવ થાય છે અને મન પ્રફ્રુલ્લિત રહે છે.’
રાજકોટ કલેકટરે કોમી એકતાનો એવોર્ડ આપી સન્માન કર્યું
મને ભગવાન શિવમાં આસ્થા હોવાથી શ્રાવણ મહિનામાં શિવ ભક્તો અને રોજામાં મુસ્લિમ ભાઇઓની મદદ કરું છું. અત્યાર સુધીમાં 3200થી વધારે ભક્તોને સોમનાથની નિઃશુલ્ક યાત્રા કરાવી છે. મને 2024માં રાજકોટ ક્લેકટેરે કોમી એકતાનો એવોર્ડ આપી સન્માન કર્યું હતું.








