Gujarat

VIDEO | પંચમહાલ: શહેરામાં UCCનો વિરોધ, મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ

By GS TEAM
3 Apr 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ગત 24 માર્ચ, 2026ના રોજ 'સમાન નાગરિક સંહિતા'(UCC) બિલ-2026 રજૂ કરાયા બાદ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. બિલને લઈને ગૃહમાં વિસ્તૃતમાં ચર્ચા થઈ હતી. જોકે, શુક્રવારે(3 એપ્રિલ) રાજ્યભરમાં મુસ્લિમ સમાજ દ્વારા UCCના કાયદાનો વિરોધ નોંધાવ્યો છે, ત્યારે પંચમહાલના શહેરામાં પણ જુમ્માની નમાઝમાં મુસ્લિમ સમાજ દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધીને UCCના કાયદાનો વિરોધ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | પંચમહાલ: શહેરામાં UCCનો વિરોધ, મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ

Shahera Panchmahal News: ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ગત 24 માર્ચ, 2026ના રોજ 'સમાન નાગરિક સંહિતા'(UCC) બિલ-2026 રજૂ કરાયા બાદ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. બિલને લઈને ગૃહમાં વિસ્તૃતમાં ચર્ચા થઈ હતી. જોકે, શુક્રવારે(3 એપ્રિલ) રાજ્યભરમાં મુસ્લિમ સમાજ દ્વારા UCCના કાયદાનો વિરોધ નોંધાવ્યો છે, ત્યારે પંચમહાલના શહેરામાં પણ જુમ્માની નમાઝમાં મુસ્લિમ સમાજ દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધીને UCCના કાયદાનો વિરોધ કર્યો છે. 

મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ

પંચમહાલ જિલ્લાના શહેરામાં જુમ્માની નમાઝમાં મુસ્લિમ સમાજના યુવાનો અને આગેવાનો સહિતના લોકોએ હાથમાં કાળી પટ્ટી બાંધી UCCના કાયદા સામે શાંતિપૂર્વક રીતે વિરોધ નોંધાવી UCCનો કાયદો પાછો ખેંચવાની માગ કરી છે. આ સાથે વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે, 'આ કાયદામાંથી મુસ્લિમ સમાજને મુક્ત કરવામાં આવે.' 

આ પણ વાંચો: યુનિફોર્મ સિવિલ કોડ બિલ ગુજરાત વિધાનસભામાં પસાર, UCC લાવનાર ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય

UCC બિલ લાવનાર ગુજરાત બીજું રાજ્ય

ગુજરાત વિધાનસભામાં 24મી માર્ચે 'સમાન નાગરિક સંહિતા' (UCC) બિલ 2026 રજૂ કરાયું હતું, જે 7:30 કલાકની ચર્ચા બાદ બહુમતી પસાર કરવામાં આવ્યું હતું. આ સાથે જ UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બની ગયું છે. 'ગુજરાત બિલ નંબર 17 ઑફ 2026' તરીકે ઓળખાતું આ બિલ રજૂ કરાતા ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેમાં કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો. મતદાન સમયે કોંગ્રેસે પ્રવર સમિતિને મોકલવાની માગ કરી વોક આઉટ કર્યું હતું.