Get The App

પ્રેમસબંધની ના પાડતાં પૂર્વ પ્રેમી સહિત 2 શખ્સનો ખૂની હુમલો

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
પ્રેમસબંધની ના પાડતાં પૂર્વ પ્રેમી સહિત 2 શખ્સનો ખૂની હુમલો 1 - image


જૂનાગઢનાં મહિલા શાપર સાથે કામ કરતા ત્યારે સબંધ હતો : મહિલા છાશ લઈને જતા હતા ત્યારે ભાવનગરના પૂર્વ પ્રેમી અને અજાણ્યા શખ્સે  છરીના ત્રણ ઘા ઝીંકી નાસી ગયા

જૂનાગઢ : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા એક મહિલા ગઈકાલે છાશ લઈ પરત ઘરે જતા હતા ત્યારે તેના પૂર્વ પ્રેમી અને એક અજાણ્યા શખ્સે બાઇક પર આવી છરીના ત્રણ ઘા ઝીકી ખૂની હુમલો કરી નાસી ગયા હતા.આ અંગે ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ હાલ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં મામદેવના  મંદિર પાસે રહેતા સરોજબેન સંજયભાઈ ટોટા (ઉ.વ. 40) દોઢેક વર્ષ પહેલાં શાપર વેરાવળ કંપનીમાં કામ કરતા હતા ત્યારે સાથે કામ કરતા ભાવનગરના અશ્વિન સોલંકી સાથે પ્રેમસંબંધ હતો. બે માસ સુધી આ સંબંધ રહ્યો હતો. સરોજબેનના પતિને જાણ થઈ જતા આ લોકો જૂનાગઢ રહેવા આવી ગયા હતા. ત્યારબાદ પણ અશ્વિન સોલંકી ફોન કરી સરોજબેનને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. મહિલાએ પ્રેમસબંધ રાખવા ના પાડી હતી.

ગઇકાલે બપોરે સરોજબેન ઘર પાસે આવેલી દુકાનેથી છાશ લઈને પરત ઘરે જતા હતા ત્યારે બાઇક પર અશ્વિન સોલંકી અને અન્ય એક અજાણ્યો શખ્સ આવ્યા હતા. અશ્વિન બાઇક ચલાવતો હતો. તેના કહેવાથી પાછળ બેસેલા અજાણ્યા શખ્સે સરોજબેનને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. અશ્વિને આજે આને જીવતી રહેવા દેવાની નથી પતાવી દેવાની છે એમ કહ્યું હતું. સરોજબેન ત્યાંથી દોડીને ઘર તરફ જતા આ બંને પાછળ ગયા હતા. એપાર્ટમેન્ટ પાસે પહોંચી જતા આ અશ્વિન અને અજાણ્યો શખ્સ નાસી ગયા હતા. મહિલાને લોહીલોહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. આ અંગે ફરિયાદ થતા સી ડિવિઝન પોલીસે ભાવનગરના અશ્વિન સોલંકી અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Tags :