Gujarat

બાલાસિનોરમાં જર્જરિત ભયજનક મકાન દૂર કરવામાં પાલિકાની ઉપેક્ષા

By GS TEAM
24 Jun 20252 mins read
બાલાસિનોરમાં જર્જરિત ભયજનક મકાન દૂર કરવામાં પાલિકાની ઉપેક્ષા

- જર્જરિત મકાનોની આસપાસ લોકો રહેતા હોવાથી ભય 

- ચોમાસુ આવ્યું છતાં પાણ પાલિકાના સત્તાધિશોએ સર્વે કે નોટિસ આપવાની તસ્દી લીધી ન હોવાની બૂમ 

બાલાસિનોર : બાલાસિનોર તાલુકામાં ચોમાસનો પ્રારંબ થઇ ગયો છે. શહેરમાં ભયજનક જર્જરિત મકાનો નહીં હટાવ્યા હોવાની બૂમ ઉઠી છે. પાલિકાએ નોટિસ આપવાની તસ્દી લીધી નથી. 

શહેરના હોળી ચકલા, ઘારિયાવાડ, તળાવ, દરવાજા, નિશાળ ચોક, સલીયાવાડી દરવાજા, રાજપુરી દરવાજા, બસ સ્ટેન્ડ રોડ, મુખ્ય બજારમાં જુના મકાનો આવેલો છે. આ પૈકી કેટલાક મકાનો જર્જરિત હાલતમાં છે. આ મકાનોની આસપાસના રહેતા માટે જોખમ ઉભુ થયું છે. ચોમાસા ૫હેલાં આવા જોખમી મકાનોનો સર્વે કરીને આખુ મકાન કે તેનો ભયજનક ભાગ દૂર કરવાનો હોય છે. ૫રંતુ બાલાસિનોર નગર પાલિકાના સત્તાઘીશો દ્વારા આવા કોઇ ૫ગલાં લેવામાં આવ્યા નથી. સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર આખા નગરમાં કેટલા જર્જરિત મકાનો છે? તેનો આંકડો પણ નગર પાલિકા તંત્ર પાસે નથી.  

પાલિકા તંત્ર લોકો ફરિયાદ કરે તેની રાહ જોઇ રહ્યું છે 

નગર પાલિકાના જવાબદાર અઘિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના મકાનોના માલિક હાલ તેમાં રહેતા નથી અને બંધ હાલતમાં છે. ત્યારે આસપાસના કોઇ રહેવાસીઓમાંથી ફરિયાદ આવશે તો જરૂરી ૫ગલાં લેવામાં આવશે.

અત્યાર સુધીમાં માત્ર એક નોટિસ અપાઇ :  સીઓ

બાલાસિનોર નગર પાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં એક જર્જરિત મકાનને રિપેર કરાવી લેવા અથવા તો જોખમી ભાગ દૂર કરવા માટેની નોટિસ આ૫વામાં આવી છે. આ સિવાય બીજા કોઇ મકાનો અંગે કાર્યવાહી કરાઇ નથી.