- નગરપાલિકાની જાણ બહાર ચાલતા બાંધકામો
- બે કોમ્પલેક્સના રહિશોએ પાલિકાને રજૂઆતો કરી, બાંધકામની મંજૂરીના પૂરાવા રજૂ કરવા તાકીદ
કપડવંજ : કપડવંજના સુવિધા કોમ્પલેક્સ પાસે ગેરકાયદે દુકાનો બનાવતા સ્થાનિક રહિશોએ પાલિકાને રજૂઆતો કરી હતી. જેના પગલે પાલિકાએ નોટિસ ફટકારીને દુકાનોનું બાંધકામ અટકાવ્યું છે.
શહેરના મીના બજાર માણેક ખાતે જીવનદીપ નર્સિગ હોસ્પિટલમાં ગેરકાયદે દુકાનો તાણી બાંધતા પાલિકાએ લેખિત નોટિસ ચપકાવી છે. આ નોટિસમાં દર્શાવ્યું કે, શહેરના નગર સેવા સદન વિસ્તારમાં માણેક કોમ્પલેક્સમાં આવેલું છે. આ કોમ્પ્લેક્સ દ્વારા નજીવનદીપ નર્સિગ હોમ ચલાવાવમાં આવે છે. જેમાં કોઇપણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદે દુકાનો બનાવામાં આવી છે. જે બાબતની લેખિત રજૂઆતો સુવિધા અને માણેક કોમ્પલેક્સના રહીશો દ્વારા કરવામાં આવી છે. જે બાંધકામ બાબતે સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી છે કે કેમ ? તે બાબતની કચેરીમાં બાંધકામ બાબતોનો જરૂરી દસ્તાવેજ પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. પુરાવા રજૂ કરે ત્યાં સુધી નવું બાંધકામ કરવું નહીં. જો બાંધકામ કરવામાં આવશે તો કચેરી દ્વારા નવા થઇ રહેલા બાંધકામ બાબતે નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે.


