Gujarat

મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ સંચાલિત અમદાવાદની ૩૨ પતરાવાળી શાળા તોડી નવી શાળા બનાવાશે

By GS TEAM
4 Oct 20251 min read
મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ સંચાલિત અમદાવાદની ૩૨ પતરાવાળી શાળા તોડી નવી શાળા બનાવાશે

 અમદાવાદ,શનિવાર,4 ઓકટોબર,2025

અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ સંચાલિત ૩૨ પતરાવાળી શાળાઓ આવેલી છે. આ શાળાઓ તોડી પાડી નવી શાળા બનાવવા રાજય સરકાર ગ્રાન્ટ આપશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી શાળાઓ બનાવવા ટૂંક સમયમાં ટેન્ડર કરવામા આવશે.

શહેરના ઉત્તરઝોન ઉપરાંત મધ્ય અને પૂર્વ અને દક્ષિણ  ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ,પશ્ચિમએમ કુલ છ  ઝોનમાં નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત ૩૨ પતરાવાળી શાળાઓ આવેલી છે. આ શાળાઓના ૧૭૯ ઓરડાઓમાં ૯૭૫૩  બાળકો અભ્યાસ કરે છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, ૩૨ પૈકી ૬ શાળા ભાડાની જગ્યામાં ચલાવાઈ રહી છે. આ તમામ શાળાઓ તોડી નવી શાળાઓ બનાવવા રાજય સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે.ટેન્ડર પ્રક્રીયા પછી તબકકાવાર શાળાનુ બાંધકામ શરુ કરાશે.

કયા ઝોનમાં કેટલી પતરાવાળી શાળાઓ

ઝોન    શાળાની સંખ્યા

ઉત્તર   ૧૪

દક્ષિણ  ૦૧

પૂર્વ    ૦૮

મધ્ય   ૦૬

દ.પ.   ૦૨

પશ્ચિમ  ૦૧