Get The App

મ્યુનિ.અધિકારીઓએ એડવર્ટાઈઝીંગ પોલીસી બનાવી, ખાનગી કન્સલ્ટન્ટને ૩૯ લાખ ચૂકવવાની દરખાસ્ત ઉપર બ્રેક મરાઈ

આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસી ૨.૦નો ડ્રાફટ તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂંકની દરખાસ્ત મંજૂર ના કરાઈ

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
મ્યુનિ.અધિકારીઓએ એડવર્ટાઈઝીંગ પોલીસી બનાવી, ખાનગી કન્સલ્ટન્ટને ૩૯ લાખ ચૂકવવાની દરખાસ્ત ઉપર બ્રેક મરાઈ 1 - image

અમદાવાદ,શનિવાર,24 જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ અમદાવાદ આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસીનો ડ્રાફટ મંજૂર કરાવ્યો હતો.હયાત પોલીસીમાં ફેરફાર કરીને નવી આઉટડોર પોલીસી ૨.૦નો ડ્રાફટ તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂંક કરી રુપિયા ૩૯.૬૦ લાખ ચૂકવવાની મંજૂરી માંગતી દરખાસ્ત ઉપર સ્ટેન્ડિંગ કમિટીમાં બ્રેક મારવામાં આવી છે.કોર્પોરેશનના અધિકારીઓએ પહેલેથી જ આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસી બનાવી છે તો પછી કન્સલ્ટન્ટને નિમણૂંક આપી રુપિયા ૩૯.૬૦ લાખ ચૂકવવાની જરુર શું છે કહી દરખાસ્તને હાલ પુરતી મંજુરી અપાઈ નથી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કન્સલ્ટન્ટને ડ્રાફટ બનાવવાનુ કામ કયા કારણથી સોંપવુ તે અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રેઝન્ટેશન રજૂ કરવા આદેશ આપ્યો છે.કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ-૨૦૩૬માં ઓલિમ્પિકના ભાવિ આયોજન પહેલાં નવી અમદાવાદ આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસી ૨.૦નો ડ્રાફટ તૈયાર કરવામા આવી રહયો છે.જેનો મૂળ હેતુ શહેરની સુંદરતામા વધારો કરવા માટે તથા શહેરની સુંદરતામા ઘટાડો કરતા આઉટડોર એડવર્ટાઈઝીંગ હોર્ડિંગ્સથી થતા વિઝયુઅલ કલટ્ટરને નાબૂદ કરવાનો છે.આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી નથી.આ અગાઉ ૭ ડિસેમ્બર-૨૦૨૩ના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદ શહેર માટે નવી આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસી-૨૦૨૩ને મંજુરી આપી દેવામા આવી હતી.જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ છ જેટલાં  મહત્વના સુધારા સુચવ્યા હતા.આ સુધારામાં સ્ટેન્ડિંગ કમિટીએ પોલ કિયોસ્કની સાઈઝ વધારી હતી.જયારે પોલ કિયોસ્કના કિસ્સામાં ત્રણ મીટરનો નિયમ દુર કરી દીધો હતો.આ સિવાય નવી આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસી-૨૦૨૩માંથી લેખિત પરવાનગી  એવો શબ્દ દુર કરાવાયો હતો.ઉપરાંત ડિજિટલ એડવર્ટાઈઝીંગની સમયની મર્યાદા દુર કરી દીધી હતી.આ ડ્રાફટ ૨૨ ડિસેમ્બર-૨૦૨૩ના બોર્ડમાં મંજુર કરવામા આવ્યો હતો.

બી.યુ.વગરના બિલ્ડિંગ ઉપર હોર્ડિંગ્સ લગાવવા પ્રતિબંધ મુકાયો હતો

નવી આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસી-૨૦૨૩માં કોર્પોરેશનની પૂર્વ મંજુરી વગર ખાનગી મિલકતો ઉપર જાહેરાતના હોર્ડિંગ્સ લગાવવા ઉપર પ્રતિબંધ મુકવામા આવ્યો હતો.બિલ્ડિંગ યુઝ પરમીશન વગરના બિલ્ડિંગ ઉપર હોર્ડિંગ્સ લગાવવા પ્રતિબંધ મુકાયો હતો.જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ નવી પોલીસી સામે કોર્ટ કેસ દાખલ થતા નવી આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસી-૨૦૨૩નો અમલ શરુ થઈ શકયો નહતો.જેથી હવે અમદાવાદ આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલીસી  ૨.૦નો ડ્રાફટ તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા દરખાસ્ત મુકાઈ હતી.