Get The App

વિરમગામમાં પ્રાથમિક સુવિધા મામલે લોકોને પાલિકા કચેરીએ હલ્લાબોલ

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
વિરમગામમાં પ્રાથમિક સુવિધા મામલે લોકોને પાલિકા કચેરીએ હલ્લાબોલ 1 - image


પાલિકા વિરૃદ્ધ સૂત્રોચ્ચાર કરી મહિલાઓએ છાજિયા લીધા

પાલિકાના છથી વધુ વિસ્તારમાં ઉભરાતી ગટર, સ્ટ્રીટ લાઈટ, રસ્તાની સમસ્યાથી લોકો કંટાળ્યા ઃ ૧૦ દિવસમાં ઉકેલ નહીં તો આંદોલનની ચિમકી

વિરમગામવિરમગામ નગરપાલિકાના વિવિધ વિસ્તારના રહીશોએ પ્રાથમિક સમસ્યાઓને લઈ નગરપાલિકા કચેરી જઈ હલ્લાબોલ મચાવ્યો હતો. પાલિકા વિરૃદ્ધ સૂત્રોચ્ચાર અને મહિલાઓએ છાજિયા લઈ સત્વરે સમસ્યા ઉકેલવા માંગણી કરી હતી.

વિરમગામ નગરપાલિકામાં ૨૮ સભ્યો ભાજપના છે જ્યારે આઠ સભ્યો અપક્ષો છે. ત્યારે વિરમગામ નગરપાલિકા વિસ્તારના બાધાવાડા મોઢની શેઠ ફળી, મોટીવ્યાસફળી વાલીયા ચોક, પાંનચકલા, મોટા પરકોટા વિસ્તારના રહીશો ઉભરાતી ગટર, સ્ટ્રીટ લાઈટ, રસ્તાની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં રહીશો પાલિકા કચેરીએ ધસી આવ્યા હતા. લોકોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર ન હોવાથી પ્રમુખ પતિને સુપ્રત કર્યું હતું. સમસ્યાનો ૧૦ દિવસમાં  નિરાકરણ લાવવામાં નહીં આવે તો જનઆંદોલન કરવાની આવેદનપત્રમાં ચિમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.

નગરપાલિકા દ્વારા શહેરમાં રોડ- રસ્તા, લાઈટ, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં બેદરકારીના કારણે શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારમાં ઉભરાતી ગટર, દુષિત પીવાના પાણીની સમસ્યા, વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટની રસ્તા?ની સુવિધા લઈને નગરપાલિકા કચેરી ખાતે આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ટાઉન પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Tags :