Gujarat

મ્યુનિ.એસ્ટેટ વિભાગ એકશન મોડમાં, નવરંગપુરા-નારણપુરાના રહેણાંક એરીયાના પી.જી.સીલ

By GS TEAM
25 Feb 20261 min read
મ્યુનિ.એસ્ટેટ વિભાગ એકશન મોડમાં, નવરંગપુરા-નારણપુરાના  રહેણાંક એરીયાના પી.જી.સીલ

 અમદાવાદ,મંગળવાર,24 ફેબ્રુ,2026

અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમા ચાલતા પી.જી.ને લઈ કોર્પોરેશનનુ એસ્ટેટ વિભાગ એકશન મોડમાં આવ્યુ છે. પોશ એરીયા ગણાતા એવા નવરંગપુરા ઉપરાંત નારણપુરાના રહેણાંક એરીયાના આઠ પી.જી.સીલ કરાયા છે. પાલડી,સ્ટેડિયમ અને વાડજ વિસ્તારમાં ચલાવવામા આવી રહેલા પંદરથી વધુ પી.જી.ને નોટિસ આપવામા આવી છે.

શહેરના પ્રેમચંદનગરમાં વીસ જેટલા પી.જી. એસ્ટેટ વિભાગે સીલ કર્યા હતા.આ ઉપરાંત થલતેજ વોર્ડમાં ૨૬ જેટલા પી.જી.સીલ કરાયા હતા. હાલમા પરીક્ષા ચાલી રહી હોવાથી તંત્ર તરફથી પી.જી.સામેની કાર્યવાહી થોડી ધીમી કરવામા આવી છે. આમ છતા દરેક ઝોન અને વોર્ડમાં જયાં પણ પરવાનગી વગર પી.જી.ચલાવાતા હોય ત્યાં નોટિસ આપવામા આવી રહી છે.

સીલ કરેલા પી.જી.

વોર્ડ            નામ

નવરંગપુરા    પલ્લવી એપાર્ટમેન્ટ,સુતરીયા હાઉસ, સ્કાય પાર્ક

નારણપુરા   વિજય કોલોની,ક્રિષ્ના કોલોની, રતિલાલ પાર્ક,કેતન ,મહાગુજરાત સોસા.

નોટિસ કયાં-કયાં અપાઈ?

વોર્ડ            નામ

નવરંગપુરા     ભુમી-૫, અંશ રેસીડેન્સી,વિહારીકા, પંચધારા પ્લાઝા, રાજહંસ

પાલડી         આશિષ એપાર્ટમેન્ટ, જયંત,રૃચિક

સ્ટેડિયમ        નાયકનગર

વાડજ          વૃંદાવન સોસાયટી