Get The App

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૧૦ ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે

Updated: Mar 30th, 2025

GS TEAM


Google News
Google News
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૧૦ ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે 1 - image


ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી અંતર્ગત ગાંધીનગરમાં

હાલમાં ઊભા કરાયેલા ચાર જેટલા સ્ટેશનમાં અત્યાર સુધીમાં ૧૩૮૦ જેટલા વાહનોને ચાર્જિંગ કરવામાં આવ્યા

ગાંધીનગર :  દેશભરમાં વધતાં જતાં પ્રદૂષણને નિયંત્રિત કરવા સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રેરણા મળે તે હેતુથી અનેક પગલાં લેવામાં આવ્યા છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ આ અભિયાન અંતર્ગત ઈવી પોલિસી લાગુ કરવામાં આવી હતી. જે અંતર્ગત હવે વધુ ૧૦ જેટલા ઈવી ચાજગ સ્ટેશન ઊભા કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ પોલિસીના અસરકારક અમલીકરણ માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઈવી વાહનોનું વેચાણ વધે અને ગાંધીનગર શહેરના ઇલેક્ટ્રિક વ્હીકલને ચાજગ સ્ટેશન મળી રહે તે હેતુથી ગાંધીનગરના વિવિધ ૪ વિસ્તારોમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ તેમજ રેવન્યુ શેરિંગ મોડેલ આધારિત પબ્લીક ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવ્યા હતા. તેથી આ તમામ સ્ટેશન પાછળ ગાંધીનગર મહાનગરપાલિકાને કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવાનો થતો નથી. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાને થયેલ ચાજગ યુનિટને આધારે રેવન્યુ પણ પ્રાપ્ત થાય છે. સેક્ટર-૨૧ સેન્ટ્રલ લાઈબ્રેરીની પાછળ, સેકટર-૨૧ નર્સરીની બાજુમાં ૩,સેકટર-૬ પેટ્રોલ પમ્પની સામે,સેકટર-૧૧ ટોરેન્ટ પાવર ઓફીસની પાછળ આ ૪ સ્થળો પર ઈવી ચાજગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ૪ સ્થળો પરના ચાર્જિંગ સ્ટેશનો ઉપર અત્યાર સુધીમાં ૧૩૮૦ વાહનો દ્વારા ચાજગ કરવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક વાહનોને મળી રહેલ પ્રતિસાદને કારણે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વધુ ૧૦ ચાજગ સ્ટેશનો સ્થાપવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને જે અંતર્ગત નવા દસ ચાજગ સ્ટેશન ઉભા કરવા માટે નેસેલ એમોબિલિટી પ્રાઇવેટ લિમિટેડને અગાઉની શરત પ્રમાણે જ કામ આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. જેથી આગામી સમયમાં ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ૧૪ જેટલા ઈલેક્ટ્રીક ચાજગ સ્ટેશન ઊભા થઈ જશે.

Tags :