Get The App

મ્યુનિ.કોર્પોરેશન ટેકસની આવકનો રેકોર્ડ તૂટયો, અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની આવક ૨૨૫૬ કરોડ

વ્યાજ માફી સ્કીમ અંતર્ગત ૩૬૧.૪૨ કરોડ આવક, હજુ ૧૦૦ કરોડ આવક વધી શકે

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
મ્યુનિ.કોર્પોરેશન ટેકસની આવકનો રેકોર્ડ તૂટયો, અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની આવક ૨૨૫૬ કરોડ 1 - image

       

 અમદાવાદ, સોમવાર.23 માર્ચ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગે તેની ગત વર્ષની આવકનો રેકોર્ડ તોડયો છે. ગત વર્ષે ૨૩ માર્ચની સ્થિતિએ તમામ ટેકસની રુપિયા ૨૨૫૪ કરોડ આવક હતી.જે આ વર્ષે અત્યારસુધીમાં રુપિયા ૨૨૫૬ કરોડ ઉપર પહોંચી ગઈ છે. કોર્પોરેશન દ્વારા વર્ષો જુનો બાકી ટેકસ ભરનારા કરદાતાઓ માટે અમલી બનાવેલી વ્યાજમાફી સ્કીમ અંતર્ગત રુપિયા ૩૬૧.૪૨ કરોડ આવક થઈ છે. ૩૧ માર્ચ પહેલા હજુ રુપિયા ૧૦૦ કરોડથી વધુ આવક થવાની સંભાવના છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકના મુખ્ય સ્તોત્ર એ મિલકતવેરાની આવક છે.વર્ષ-૨૦૨૪-૨૫માં મિલકતવેરા પેટે રુપિયા ૧૭૪૫.૬૧ કરોડ આવક તંત્રને થઈ હતી.જેની સરખામણીમાં ૨૩ માર્ચ સુધીમાં મિલકતવેરા પેટે રુપિયા ૧૭૩૦.૬૩ કરોડ આવક થઈ છે. પ્રોફેશન ટેકસ પેટે ગત વર્ષે રુપિયા ૨૭૦.૧૫ કરોડ આવક થઈ હતી.વર્ષ-૨૦૨૫-૨૬મા આ આવક રુપિયા ૨૬૮.૮૦ કરોડ સુધી પહોંચી ગઈ છે.વ્હીકલ ટેકસની ગત વર્ષે રુપિયા ૨૧૬.૪૫ કરોડ આવક હતી.આ વર્ષે વ્હીકલ ટેકસની આવક રુપિયા ૨૩૧.૧૮ ટકા સુધી પહોંચતા ગત વર્ષની તુલનામા આ વર્ષે વ્હીકલ ટેકસની આવક ૧૦૬.૮૧ ટકા થવા પામી છે.ટ્રાન્સફર ફી ચાર્જીસ સાથે તંત્રને તમામ ટેકસની આવક રુપિયા ૨૨૫૬.૦૧ કરોડ થવા પામી છે.

ઝોન મુજબ મિલકતવેરાની આવક

ઝોન    આવક(કરોડમાં)

મધ્ય   ૨૨૦.૧૨

ઉત્તર   ૧૪૦.૬૩

દક્ષિણ  ૧૪૯.૨૦

પૂર્વ    ૧૯૪.૫૫

પશ્ચિમ  ૩૯૩.૯૦

ઉ.પ.   ૩૮૨.૦૦

દ.પ.   ૨૫૦.૨૨

કુલ     ૧૭૩૦.૬૩

વ્યાજમાફી સ્કીમ હેઠળ ઝોન મુજબ આવક

ઝોન    આવક(કરોડમાં)

મધ્ય   ૫૨.૫૫

ઉત્તર   ૩૨.૧૮

દક્ષિણ  ૩૬.૩૫

પૂર્વ    ૪૬.૭૦

પશ્ચિમ  ૬૬.૦૧

ઉ.પ.   ૭૯.૩૨

દ.પ.   ૪૮.૩૦

કુલ     ૩૬૧.૪૨

૨૩ માર્ચે ૪૮૦૩ મિલકત સીલ

ઝોન    મિલકત

મધ્ય   ૫૩૪

ઉત્તર   ૧૭૫

દક્ષિણ  ૧૨૯

પૂર્વ    ૩૭૯

પશ્ચિમ  ૨૮૯૧

ઉ.પ.   ૫૭૧

દ.પ.   ૧૨૪