Get The App

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં દબાણો હટાવી મનપાએ સંતોષ માન્યો

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં દબાણો હટાવી મનપાએ સંતોષ માન્યો 1 - image

- મુખ્ય રોડ પર દબાણોનો ખડકલો 

- વલ્લભનગરથી શ્રેયસ કોમ્પેલેક્સથી માય મંદિર ચોકડી સુધઝીના ફૂટપાથના દબાણો ખસેડાયા 

નડિયાદ : નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર દબાણોનો રાફડો ફાટયો છે. મનપા દ્વારા ગીચ વિસ્તારમાં દબાણ દૂર કરવાના બદલે પશ્ચિમ વિસ્તારમાં દબાણો હટાવીને સંતોષ માન્યો હતો. 

શહેરના સંતરામ રોડ પર વાહનોની સતત અવરજવર રહે છે. બંને બાજુ દુકાનદારો માલ સમાન મુકવામાં આવે છે. જેના કારણે ફૂટપાથ શોભાના ગાંઠિયા સમાન બન્યાં છે. નડિયાદથી મુાગરિયા સુધીના રડો પર ટ્રાફિકજામ થાય છે. ત્યારે મનપાની ટીમે પશ્ચિમ વિસ્તારમાં વલ્લભનગર અને શ્રેયસ કોમ્પલેક્સથી માય મંદિર ચોકડી સુધીના ફૂટપાથ પર લોકોએ લગાવેલા બોર્ડ, હોર્ડિગ્સ ખોદીને કાઢી નાખીને દબાણો હટાવ્યા હતા. જયારે મુખ્ય રસ્તા પર દબાણો હટાવાવની માગણી લોકોમાં ઉઠી છે.  

દબાણ હટાવવાની કામગીરી રૂટીન ચાલુ રહેશે : મનપા 

નડિયાદ મનપાના ડે. મ્યુનિસિપલ કમિશન રૂદ્રેશ હુદળે જણાવ્યુ કે, શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે મુજબ આજે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છેે.  આ રૂટિન કામગીરી ચાલુ રહેશે.