Gujarat

'ઓમ માવા' ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત

By GS TEAM
10 Dec 20251 min read
'ઓમ માવા' ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000  કિલો પ્લાસ્ટિક જપ્ત

80 ફૂટ રોડ પર ઉમિયા ટાઉનશિપ નજીક

શહેરમાં પાર્સલ માવામાં સડેલી સોપારીડુપ્લિકેટ તમાકુ, હલકી ગુણવત્તાનું પ્લાસ્ટિક વપરાતું હોવાની રાવ

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશ સામે ઝુંબેશ અંતર્ગત ૮૦ ફૂટ રોડ પર આવેલી ઉમિયા ટાઉનશિપ નજીક ચાલી રહેલા 'ઓમ માવા (ફાકી)'ના ગેરકાયદેસર કારખાના પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન, મહાનગરપાલિકાની ટીમે ફેક્ટરીમાંથી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી એક હજાર કિલોથી વધુ હલકી ગુણવત્તાનું પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું.

સુરેન્દ્રનગર શહેરમાં સસ્તાભાવે વેચાતા પાર્સલ માવામાં સડેલી સોપારીઓ અને અન્ય હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાની ચર્ચા છે. સામાન્ય રીતે બજારમાં પાનના ગલ્લામાં એક માવાના ૧૮થી ૨૦ રૃપિયા મળે છે જ્યારે આ ફેક્ટરી ૨૦ રૃપિયામાં ત્રણ માવાનું વેચાણ કરતા હતા. મહાનગરપાલિકાએ ફેક્ટરીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી શરૃ કરી દીધી છે.તમાકુ સાથેના માવામા ચુનાના પાર્સલ નાખવામા આવે છે. તેમાં પણ સફેદ પાર્સલ, પીળા પાર્સલનુ બજારમા ધુમ વેચાણ થય રહ્યુ છે. ચુનાના પાર્સલમા કલર, સડેલા લીંબુ, એસેન્સ સહીતની સમગ્રી ભેળવી બનાવવાના આવે છે.

મનપાની ટીમે ૨૦૦૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું

મહાનગરપાલિકાની ટીમોએ ખાણી-પીણીની દુકાનો, રેસ્ટોરન્ટો અને કરિયાણાની દુકાનો સહિત વિવિધ બજારોમાં પણ ચેકિંગ હાથ ઘરી ગણતરીના દિવસોમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૨૦૦૦ કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને વેપારીઓ પાસેથી રૃ.૨ લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.