અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના બોડકદેવ, ચાંદખેડા, આંબલી સહીતના સાત પ્લોટનુ વેચાણ કરાશે
રહેણાંક હેતુ માટેના ત્રણ , સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેના ચાર પ્લોટની હરાજી કરાશે
અમદાવાદ,બુધવાર,13 ઓગસ્ટ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના રીઝર્વ પ્લોટો
શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા છે. આ પૈકી બોડકદેવ, ચાંદખેડા તથા આંબલી સહીતના વિસ્તારમાં આવેલા સાત પ્લોટનુ
વેચાણ કરાશે.રહેણાંક હેતુ માટેના ત્રણ તેમજ સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેના ચાર મળી
કુલ સાત પ્લોટના વેચાણ માટે ઈ-ઓકશન કરી કાયમી ધોરણે વેચાણ કરવા આજે મળનારી
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મંજૂરી માટે મુકવામા આવી છે.આ પ્લોટોના કાયમી
વેચાણથી કોર્પોરેશનને અંદાજે ૪૪૦ કરોડથી વધુ આવક થવાની સંભાવના છે.મે મહીનામાં
મોટેરા અને ચાંદખેડાના બે પ્લોટ વેચાયા હતા.બાકીના સાત પ્લોટ વેચાયા નહોતા.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવ અને આંબલી વોર્ડમાં
રહેણાંક હેતુ માટેના કુલ ત્રણ તથા ઝુંડાલ,
ગોતા તથા સોલા -હેબતપુર વિસ્તારમાં સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેના કુલ ચાર
પ્લોટ વેચવા માટે હરાજી કરાશે.આ અગાઉ મે મહીનામાં મોટેરા અને ચાંદખેડાના બે
રહેણાંક હેતુ માટેના પ્લોટ વેચાયા હતા.આ બંને પ્લોટની મૂળ કિંમત રુપિયા ૧૧૨ કરોડ
સામે કોર્પોરેશનને રુપિયા ૧૧૭ કરોડની આવક થઈ હતી.બોડકદેવ, થલતેજ અને શીલજ
ઉપરાંત વટવા અને નિકોલના પ્લોટ વેચાણથી લેવા કોઈ બીડરે તૈયારી બતાવી નહોતી.
કયા-કયા પ્લોટનુ વેચાણ કરાશે?
વોર્ડ હેતુ ક્ષેત્રફળ(ચો.મી.) કિંમત(પ્રતિ સ્કેવરમીટર ,લાખમાં)
બોડકદેવ રહેણાંક ૧૮૨૧ ૩.૧૦
ઝુંડાલ કોમર્શિયલ ૧૬૧૫ ૧.૯૮
આંબલી રહેણાંક ૨૪૮૦ ૧.૫૯
આંબલી રહેણાંક ૪૯૧૧ ૧.૬૦
ગોતા કોમર્શિયલ ૬૪૯૫ ૧.૬૧
હેબતપુર કોમર્શિયલ ૩૯૭૪ ૧.૭૫
હેબતપુર કોમર્શિયલ ૩૮૧૯ ૧.૭૫