અમદાવાદ મ્યુનિ.સંચાલિત UHC,CHC માં ચાર મહીનામાં ૧૫ લાખ દર્દીને સારવાર અપાઈ
કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ૨૩૩૦ માઈનોર અને મેજર ઓપરેશન કરાયા
અમદાવાદ, શનિવાર,6 સપ્ટેમબર,2025
અમદાવાદના વિવિધ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત
૧૦૨ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આવેલા છે.એપ્રિલથી ઓગસ્ટ-૨૫ સુધીના ચાર
મહીનાના સમયમાં ૧૫ લાખ દર્દીઓને વિવિધ બિમારી માટે ઓ.પી.ડી.માં નિદાન કરી સારવાર
આપવામાં આવી હતી.કોમ્યુનિટી હેલ્થ સન્ટરમાં ૨૩૩૦
માઈનોર અને મેજર ઓપરેશન કરવામા આવ્યા હતા.
કોર્પોરેશન દ્વારા શહેરના દરેક વોર્ડમાં આરોગ્યની પ્રાથમિક
સુવિધા લોકોને મળી રહે એ માટે અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કાર્યરત કરાયા
છે.વિના મૂલ્યે રોગનુ નિદાન કરી સારવાર આપતા આ કેન્દ્રમાં મેડીકલ ઓફિસર સહીતના
સ્ટાફને ફરજ ઉપર મુકાયો છે.શરદી,ખાંસી
આવવી , તાવ આવવો, ચામડીને લગતી
બિમારી વગેરે જેવી ફરિયાદ ધરાવતા દર્દીઓનુ ઓ.પી.ડી.માં નિદાન કરવામા આવે છે.૯૦
જેટલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે એપ્રિલથી ઓગસ્ટ-૨૫ સુધીના સમયમાં આઉટડોર પેશન્ટ
તરીકે ૮.૧૪ લાખ લોકોને સારવાર અપાઈ હતી.વિવિધ વોર્ડમાં ૧૨ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
આવેલા છે. આ હેલ્થ સેન્ટરમાં આ સમય દરમિયાન કુલ ૬.૫૪ લાખ લોકોને આઉટડોર પેશન્ટ
તરીકે સારવાર અપાઈ હતી.૧૫૪૨ માઈનોર અને ૭૮૮ મેજર
ઓપરેશન દર્દીઓ માટે કરવામા આવ્યા હતા.