Gujarat

સુરેન્દ્રનગરમાં ખાણી-પીણીની દુકાનોમાં મનપાનું ચેકિંગ

By GS TEAM
13 Dec 20251 min read
સુરેન્દ્રનગરમાં ખાણી-પીણીની દુકાનોમાં મનપાનું ચેકિંગ

- લેબ રિપોર્ટ બાદ કાર્યવાહી થશે

- ભજીયા, બેસન, પાણીપુરીનું પાણી સહિત 15 ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરીમાં મોકલાયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીના ધંધાર્થીઓ, ફૂડ સ્ટોલ અને લારી-ગલ્લાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમો દ્વારા મયંક નાસ્તા હાઉસ, પતરાવાડી, ચામુંડા ભેળ સેન્ટર, કે. લાલ દાબેલી સહિતના સ્થળો પર તપાસ કરવામાં આવી હતી.

આ ચેકિંગ દરમિયાન ભજીયા, બેસન, પાણીપુરીનું પાણી, મસાલા સિંગ, ખમણ, સેવ સહિત વિવિધ ૧૫ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લઈ ફૂડ સેફ્ટી લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ખાદ્ય પદાર્થમાં અનિયમિતતા કે આરોગ્યને નુકસાનકારક ઘટક મળી આવશે, તો તેવા ધંધાર્થીઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.