અમદાવાદ, બુધવાર, 7 જાન્યુ,2026
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં મળેલી
કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓની બેઠકમાં તેમણે અમદાવાદમાં ઈંદોરની જેમ
જળકાંડ ના થાય તે ધ્યાનમાં રાખવા કડક ચેતવણી આપી હતી.કામગીરી કરવામાં જેમની
બેદરકારી સામે આવશે તેમની સામે કાર્યવાહી કરાશે, ઉપરાંત વડાપ્રધાનના રુટ ઉપર રોડ સહિતની તમામ કામગીરી
તાત્કાલિક પુરી કરવા સુચના આપી હતી.
અમદાવાદના દક્ષિણ ઝોનમાં આવેલા બહેરામપુરા ઉપરાંત દાણીલીમડા, પૂર્વ ઝોનમાં
આવેલા ગોમતીપુર સહિતના અન્ય વોર્ડમાં કોર્પોરેશન તરફથી આપવામા આવતુ પાણી પ્રદૂષિત
હોવાની ફરિયાદો વ્યાપક બની ગઈ છે. આ બંને ઝોન ઉપરાંત ઉત્તર ઝોનના સરસપુર-રખિયાલ
સહિતના કેટલાક વોર્ડમાં પ્રદૂષિત પાણી પીવાના કારણે રહીશો ઝાડા ઉલટી.ટાઈફોઈડ અને
કમળા જેવા રોગનો ભોગ બની રહયા છે. વીકલી રીવ્યુ બેઠકમાં આ બાબતની લંબાણપૂર્વક
ચર્ચા કરાઈ હતી. જે વિસ્તારમા પણ પાણી કે ડ્રેનેજની લાઈન બદલવાની જરુર હોય ત્યાં
લાઈન બદલવા તેમજ લાઈનમાં લીકેજીસ જોવા મળે તો તેનુ તાકીદે સમારકામ કરવા તેમણે ઝોન
કક્ષાએ એડીશનલ સીટી ઈજનેર સહિતના સ્ટાફને તાત્કાલિક કામગીરી કરવા તાકીદ કરી
હતી.વડાપ્રધાન ત્રણ દિવસની મુલાકાતે આવી રહયા છે. પી.એમ.રુટ ઉપર કરવાપાત્ર કામગીરી
પુરી કરવા તેમણે તંત્રના અધિકારીઓને સુચના આપી હતી.


