Gujarat

સુરત પાલિકામાં 5 કરોડથી વધુના પ્રોજેક્ટ માટે મ્યુનિ. કમિશ્નરની મંજુરી ફરજિયાત

By GS TEAM
26 Mar 20262 mins read
TukuTouch Logo
દરખાસ્ત પર કમિ.ની સહી કરાવીને ઝોન, વિભાગ ટેન્ડર મંજૂરીની જાણ જ કરતા નથી અને સીધા ઠરાવને આધારે વર્કઓર્ડર ઈજારદારને ઇશ્યુ કરી દેવામાં આવતા હતા

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકામાં 5 કરોડથી વધુના પ્રોજેક્ટ માટે મ્યુનિ. કમિશ્નરની મંજુરી ફરજિયાત

Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં 5 કરોડથી વધુ ખર્ચ ધરાવતા તમામ પ્રોજેક્ટ, કામ અને કોન્ટ્રાક્ટના વર્કઓર્ડર હવે મ્યુનિ. કમિશનરની મંજૂરી વિના જારી નહીં થાય. મ્યુનિ. કમિશનરે તાજેતરમાં જ કડક પરિપત્ર બહાર પાડી ઝોન અને વિભાગોની મનમાની પ્રણાલીને બ્રેક મારવાનો પ્રયાસ કર્યો છે. આ પરિપત્ર સુરત પાલિકામાં ચર્ચાનો વિષ બન્યો છે. 

સુરત પાલિકાની ચૂંટણી પાંખનો કાર્યકાળ 11 માર્ચે પૂર્ણ થવાના દિવસે પહેલાં ઘણા દરખાસ્તો અને કે ટેન્ડર મંજૂરી, નીતિગત નિર્ણય અને અંદાજ મંજૂરી, સ્થાયી સમિતિ અને વિવિધ ખાસ કમિટીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ દરખાસ્તો કમિશનરની સહી સાથે સીધા કમિટીઓ સુધી પહોંચી, જેથી વિકાસકામો અટકતાં ન રહે તેવો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. 

જોકે, તપાસમાં ખુલ્યું કે, કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય અંગે ઝોન અને વિભાગો કમિશનરને જાણ કરતા નહોતા. પરિણામે, કાર્યપાલક ઇજનેર સત્તાના ઠરાવ આધારે સીધા એજન્સીઓને વર્ક ઓર્ડર આપી દેતા હતા. આ ગેરવ્યવસ્થા થી કમિશનરને પ્રોજેક્ટની વાસ્તવિક સ્થિતિ અંગે માહિતી મળતી ન હોવાના કારણે વહીવટી ગૂંચવણ સર્જાયું હતું.

ડેપ્યુટી કમિશનરે આ સ્થિતિ સુધારવા માટે પરિપત્ર બહાર પાડી સ્પષ્ટ કર્યું છે કે હવે ૫ કરોડ કે તેથી વધુના તમામ પ્રોજેક્ટ માટે વર્ક ઓર્ડર જારી કરતા પહેલા મ્યુનિ. કમિશનરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. પાલિકા દ્વારા આપવામાં આવેલા આ પગલાથી વહીવટી કામગીરીમાં પારદર્શિતા વધશે અને કમિશનરને દરખાસ્તોની સાચી સ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી મળશે તેવો દાવો થઈ રહ્યો છે.