Gujarat

USની કંપની સાથે ડેટા એન્ટ્રીના નામે 45 લાખની ઠગાઇમાં MOU કરનાર મુંબઇની સુનિતા 22 વર્ષે પકડાઇ

By GS TEAM
23 Mar 20261 min read
USની કંપની સાથે ડેટા એન્ટ્રીના નામે 45 લાખની ઠગાઇમાં MOU કરનાર મુંબઇની સુનિતા 22 વર્ષે પકડાઇ

વડોદરાઃ ડેટા એન્ટ્રીના નામે ૪૫ લાખની ઠગાઇના કેસમાં વોન્ટેડ મહિલા ૨૨ વર્ષ બાદ મુંબઇથી પકડાઇ જતાં ક્રાઇમ બ્રાન્ચ તેની પૂછપરછ કરી રહી છે.

વડોદરામાં વર્ષ-૨૦૦૨માં ડેટા એન્ટ્રી એન્ડ પ્રોસેસિંગનું કામ કરતા એક સંચાલકને યુએસથી ડેટા એન્ટ્રીનું મોટું કામ અપાવવાના નામે વાતોમાં ફરાવનાર ભેજાબાજોએ મુંબઇના એક એજન્ટ સાથે મીટિંગના નામે વાત કરી હતી.

ટોળકીએ ૨૦૦૦ કોમ્પ્યુટર માટે કોન્ટ્રાક્ટ પેટે રૃ.૬૦લાખ ફી નક્કી કરી રૃ.૪૫ લાખ પડાવી લીધા હતા અને યુએસની કંપની સાથે વાત કરવા માટે એજન્ટ તરીકે સુનિતાના નામે એમઓયુ કરાવ્યું હતું.ત્યારબાદ જોબ વર્ક નહિ મળતાં વર્ષ-૨૦૦૪માં વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો.આ દરમિયાન આરોપીઓએ રૃ.૧૫ લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીની રકમ સંત તુકારામ ફિલ્મ માટે ઇન્વેસ્ટ કરી હોવાની વિગતો ખૂલી હીત.

આ ગુનામાં  પોલીસે અગાઉ બે આરોપીને પકડયા હતા.જ્યારે સુનિતા મળતી નહતી. સુનિતા જૂનું ઘર બદલીને હાલમાં મુંબઇના વિરાર ખાતે રહેતી હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચે સુનિતા રાજેશ માંડલ (પૂનમ પાર્ક,યાજુપાર્ક  પાસે)ને ઝડપી પાડી હતી.