Get The App

મુંબઈથી કંડલા આવતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કંડલા ઍરપૉર્ટની તપાસમાં કંઈ મળ્યું નહીં

Updated: Oct 25th, 2024

GS TEAM

Google News
Google News
Kandla Airport

Bomb Threats To Indian Flights Continue: દેશમાં છેલ્લા ઘણાં સમયથી ઍરપૉર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આ દરમિયાન મુંબઈથી કંડલા આવતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ કંડલા ઍરપૉર્ટ પર પહોંચી અને સઘન ચેકિંગ હાથ ધર્યું. જો કે કશું જ વાંધાજનક મળ્યું ન હતું.

મુંબઈથી કંડલા આવતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કંડલા ઍરપૉર્ટની તપાસમાં કંઈ મળ્યું નહીં 2 - image

મળતી માહિતી અનુસાર, મુંબઈથી કંડલા આવતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકીથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે કંડલા ઍરપૉર્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઍરપૉર્ટ પહોંચીને સઘન તપાસ હાથ ધરી હતી. જો કે, અન્ય રૂટના કેટલાક વિમાનમાં પણ બોમ્બ હોવાની ધમકી મળી હતી. નોંધનીય છે કે, છેલ્લા ઘણાં દિવસોથી દેશભરની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી ભર્યા મેસેજ મળી રહ્યા છે. 

આ પણ વાંચો: નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં, દિવાળીની શુભેચ્છા પાઠવતાં પોસ્ટર પર 'ગદ્દાર' લખી દેવાયું


આ ધમકીઓ અંગે સરકારની કાર્યવાહી

કેન્દ્ર સરકારે 16મી ઑક્ટોબરે ફ્લાઇટમાં એર માર્શલની સંખ્યા બમણી કરી છે. ગૃહમંત્રીએ ફરજી ધમકીઓ અંગે ઉડ્ડયન મંત્રાલય પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આ ઉપરાંત નવમી ઑક્ટોબરે તમામ એરલાઇન્સના સીઈઓ સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં ફરજી ધમકીઓ સામે લડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુસાફરોને પડતી અસુવિધા અને એરલાઇન્સને થતાં નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 19મી ઑક્ટોબરે કેન્દ્રએ DGCA ચીફ વિક્રમ દેવ દત્તને પદ પરથી હટાવીને કોલસા મંત્રાલયમાં સચિવ બનાવ્યા હતા. 

આ પણ વાંચો: વાવ બેઠક પર ચિત્ર થયું સ્પષ્ટ: કોંગ્રેસના ગુલાબસિંહ સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉતાર્યા મેદાનમાં

ત્રણ લોકોની ધરપકડ કરાઈ

આ ધકીઓને લઈને મુંબઈ અને કોચીમાંથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય છત્તીસગઢના રાજનાંદગાંવમાંથી એક સગીરને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. બન્નેએ ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપી હતી. કેરળના કોચી ઍરપૉર્ટ પર બોમ્બની ધમકી આપવાના આરોપમાં એક મુસાફરની અટકાયત કરવામાં આવી હતી.

મુંબઈથી કંડલા આવતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કંડલા ઍરપૉર્ટની તપાસમાં કંઈ મળ્યું નહીં 3 - image