Get The App

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ 1 - image


Ahmedabad Mumbai Bullet Train Project : મુંબઈ‑અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વડોદરામાં વિશ્વામિત્રી નદી પરના બીજના નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે. આ બ્રીજની લંબાઈ 80 મીટર છે તે વડોદરા સુરત વેસ્ટર્ન રેલ્વેની મુખ્ય લાઇનને સમાંતર છે. જેમાં ત્રણ થાંભલા છે. જે પૈકી એક નદીની મધ્યમાં તથા બે નદીના કાંઠે છે. 

વડોદરા એક સૌથી વ્યસ્ત શહેરી કેન્દ્ર છે અને શહેરમાંથી પસાર થતો બ્રિજ નિર્માણ કરવા માટે વિશિષ્ટ યોજના, વડોદરા કોર્પોરેશન અને અન્ય સ્થાનિક પ્રાધિકારીઓ સાથે સંકલન જરૂરી હતું.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ 2 - image

બુલેટ ટ્રેનની લાઈનદોરી વિશ્વામિત્રી નદીમાંથી વડોદરા વિસ્તારમાં અને આસપાસમાં 9 અલગ અલગ સ્થળોએ પસાર થાય છે. મુખ્ય નદીના પુલ ઉપરાંત, બાકી આવેલા 8 ક્રોસિંગમાંથી 3 ક્રોસિંગ પહેલેથી જ પૂર્ણ થઈ ચુક્યાં છે અને અન્ય સ્થળોએ તાત્કાલિક નિર્માણ કાર્ય ચાલુ છે.

બ્રીજની મુખ્ય એ છે કે, તેમાં 26 થી 29.5 મીટર ઊંચાઈના અને અને 5.5 મીટર ગોળાકાર વ્યાસના 40 મીટરના બે સ્પાન છે, જે SBS (સ્પાન બાય સ્પાન) પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. દરેક થાંભલા પર 1.8 મીટર વ્યાસ અને 53 મીટરની લંબાઈવાળા 12 પાઇલ્સ મૂકવામાં આવ્યા છે. એમએએચએસઆર કૉરિડોરમાં કુલ 25 નદીના બ્રિજ છે, જેમાંથી 21 બ્રિજ ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે. જેમાં 21 નદીના બ્રિજમાંથી 17 બ્રિજનું નિર્માણ થઈ ચૂક્યું છે. જેમાં  પાર (વલસાડ જીલ્લો), પુર્ણા (નવસારી જીલ્લો), મીંઢોળા (નવસારી જીલ્લો), અંબિકા (નવસારી જીલ્લો), ઔરંગ (વલસાડ જીલ્લો), વેંગણિયા (નવસારી જીલ્લો), મોહર (ખેડા જીલ્લો), ધાધર (વડોદરા જિલ્લો), કોલક (વલસાડ જિલ્લો), વાત્રક (ખેડા જીલ્લો), કાવેરી (નવસારી જીલ્લો), ખરેરા (નવસારી જીલ્લો), મેશ્વ (ખેડા જીલ્લો), કીમ (સુરત જીલ્લો), દારોઠા (વલસાડ જિલ્લો), દમણ ગંગા (વલસાડ જીલ્લો) અને વિશ્વામિત્રી (વડોદરા જીલ્લો)નો સમાવેશ થાય છે.

Tags :