ભેટની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું, નવ શખ્સો સામે કાર્યવાહી

મુળી પોલીસ અને ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભુ-માફિયાઓ દ્વારા ખનિજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈ મુળી પોલીસે પેટ્રાલિંગ હાથધર્યું હતું. જે દરમિયાન ભેટ ગામની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલના કુવા ઝડપી પાડયા હતા અને આ મામલે જિલ્લા ખાણ ખનીજ વિભાગને જાણ કરતા બંનેએ સંયુક્ત રીતે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ગેરકાયદેસર કાર્બોસેલના ૧૦ કુવાઓ, ૧૦-ચરખી, ૩-ટ્રેકટર, કંમ્પ્રેસર, બાઈક સહિત કુલ રૃા.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
મુળી પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમિયાન ભેટ ગામની સીમમાં રેઈડ કરતા ગેરકાયદેસર કાર્બોસેલના ૧૦ કુવાઓ પર ખનન થતું હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગે જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમને જાણ કરતા સ્થળ પર આવી તપાસ હાથધરી હતી. જે દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલના ૧૦ કુવાઓ પરથી ખનન દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ૧૦-ચરખી, ૩-ટ્રેકટર, ૧-કંમ્પ્રેસર, ૧-બાઈક, લોખંડા પાઈપ નંગ-૨૦ સહિત કુલ રૃા.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરનાર ૯ શખ્સો (૧) મનસુખભાઈ સોમાભાઈ (૨) વિરમભાઈ છનાભાઈ સાપરા (૩) સુરેશભાઈ કાળુભાઈ દુધરેજીયા (૪) અરવિંદભાઈ ધીરૃભાઈ દુમાદીયા (૫) જનકભાઈ શીવાભાઈ ગાંગડીયા (૬) ખોડાભાઈ વાલજીભાઈ શિયાળ (૭) ભરતભાઈ બાબુભાઈ દુમાણીયા તમામ રહે.ભેટ તા.મુળી અને (૮) મેરૃભાઈ ભલાભાઈ સાપરા રહે.સારસાણા તા.થાન અને (૯) દિનેશભાઈ એસ.ધોળીયા રહે.ગાંજીયાવદર તા.વાંકાનેરવાળા સામે કાયદેસરી કાર્યવાહી હાથધરી છે.









