Get The App

વિઠ્ઠલગઢમાં પ્રાથમિક શાળા વાળા માર્ગ પર કીચડનું સામ્રાજ્ય

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
વિઠ્ઠલગઢમાં પ્રાથમિક શાળા વાળા માર્ગ પર કીચડનું સામ્રાજ્ય 1 - image


તંત્રને વારંવાર રજૂઅત છતાં સમસ્યા અધ્ધરતાલ

વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિત વૃધ્ધોને હાલાકી ભોગવવાનો વારો આવતા તંત્ર સામે રોષ

સુરેન્દ્રનગર -  લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે વિઠ્ઠલગઢ ગામની પ્રાથમિક શાળા સુધી પહોંચવાના મુખ્ય રસ્તા પર હાલ ચોમાસા દરમ્યાન કાદવ અને કીચડનું સામ્રાજ્ય સર્જાતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

લખતરના વિઠ્ઠલગઢ ગામની પ્રાથમિક શાળા સુધી પહોંચવાના મુખ્ય રસ્તા પર વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે અહીં દુર્ગધયુક્ત પાણીની સાથે કાદવ,કીચડ સામ્રાજ્ય જામ્યું છે.જેના કારણે સર્જાતી ગંદકી અને કાદવના કારણે સ્થાનિકોને અવર-જવરમાં ભારે તકલીફ પડી રહી છે.  જેના કારણે અહીં અભ્યાસ અર્થે આવતા બાળકોને ખુલ્લા પગે ચાલીને શાળાએ જવાનો વારો આવ્યો છે. 

એક તરફ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે અને સૌ આગળ વધે સુત્રો દ્વારા મોટી મોટી વાતો અને જાહેરાતો કરવામાં આવે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા બાળકોના અભ્યાસ માટે જવાના રસ્તાઓ બિસ્માર હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. રસ્તા પર કિચડને કારણે પગ લપસીને પડી જવાની ભીતી પણ સેવાઈ રહી છે અને ગંદકીના કારણે શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર પણ જોખમ તોડાઈ રહ્યું છે. જ્યારે કાદવ અને કીચડમાં રખડતા પશુઓ અડીંગો જમાવીને બેસી રહેતા વિદ્યાર્થીઓને અડફેટે લેવાના બનાવો પણ બનવાની ભીતિ સેવાઈ રહી છે આથી જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે શાળાના મુખ્ય રસ્તા પરથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ કાદવ અને કીચડ દુર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


Tags :