Get The App

જીકાસની સૂચના, એમ.એસ.યુનિ.માં ઓફલાઈન એડમિશન નહીં આપી શકાય

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
જીકાસની સૂચના,  એમ.એસ.યુનિ.માં ઓફલાઈન એડમિશન નહીં આપી શકાય 1 - image

વડોદરાઃ જીકાસ પોર્ટલ હેઠળ અત્યારે ધો.૧૨ પછી વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશનો ચોથો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે જીકાસ દ્વારા આ વર્ષે કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજ ઓફલાઈન એડમિશન નહીંં આપી શકે તેવી સૂચના આપવામાં આવી છે.જેના પગલે એમ.એસ.યુનિવર્સિટી ઓફલાઈન એડમિશન નહીં કરી શકે.

યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી ડીન્સની આજે મળેલી બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી અને તેમાં યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા આપી હોય પણ જીકાસ પોર્ટલ પર એપ્લિકેશન ના કરી હોય તેવા વિદ્યાર્થીને પ્રવેશ ના મળે તેનું ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જીકાસ પોર્ટલ પર અત્યાર સુધી ૨.૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થયા હતા અને આ પૈકીના ૧.૧૩ લાખ વિદ્યાર્થીઓને વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.જોક કેટલીક કોલેજો વિદ્યાર્થીઓને ઓફલાઈન પ્રવેશ આપવામાં આવશે તેવું કહીને ર્ગર માર્ગે દોરી રહી છે તેવું જીકાસના ધ્યાનમાં આવ્યું હોવાથી તમામ યુનિવર્સિટીઓને જીકાસ દ્વારા જાણ કરાઈ છે કે, આ વર્ષે કોઈ પણ પ્રકારના ઓફલાઈન એડમિશન ના થાય તેનું ધ્યાન રાખવું.

તા.૧૫ જૂન સુધીમાં ઓર્ડર આપી દેવાશે 

હંગામી અધ્યાપકોની ૭૦૦  જેટલી પોસ્ટ માટે ઈન્ટરવ્યૂની પ્રક્રિયા પૂર્ણ

એકેડેમિક કેલેન્ડર, દરેક ફેકલ્ટીનું ટાઈમ ટેબલ અને અભ્યાસક્રમ વેબસાઈટ પર મૂકવામાં આવશે

એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આજે ફેકલ્ટી ડીન્સની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં  એકેડમિક કેલેન્ડર,  દરેક ફેકલ્ટીના વર્ગોનું ટાઈમ ટેબલ તથા અભ્યાસક્રમ  યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં હંગામી અધ્યાપકોના ઈન્ટરવ્યૂ પૂરા થઈ ગયા છે અને ઉમેદવારોની પસંદગી પણ થઈ ગઈ છે.આ ઉમેદવારોને તા.૧૫  જૂન સુધીમાં નિમણૂકના ઓર્ડર આપી દેવામાં આવશે.આ મુદ્દા પર પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ શરુ થાય તે પહેલા જ ૭૦૦ જેટલી જગ્યાઓ માટે હંગામી અધ્યાપકોના ઈન્ટરવ્યૂ લેવાની પ્રક્રિયા પૂરી કરી દીધી છે.આગામી દિવસોમાં જીકાસના એડમિશનનો બીજો તબક્કો પણ શરુ થશે.ઉપરાંત તા.૧૫ જૂનથી હોસ્ટેલમાં પ્રવેશ આપવાનું શરુ કરાશે. તા.૧૭ જૂનથી યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં શિક્ષણ કાર્ય શરુ કરી દેવામાં આવશે.


Tags :