યુનિ.ના 50000 ઉપરાંત વિદ્યાર્થીઓ માટે આગવી એપ લોન્ચ કરાઈ
વડોદરાઃ સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટના યુગમાં આખરે એમ.એસ.યુનિવર્સિટીમાં ભણતા હજારો વિદ્યાર્થીઓ માટે મોડે -મોડેથી એક આગવી એપ લોન્ચ સત્તાધીશોએ લોન્ચ કરી છે..જેને વિદ્યાર્થી નામ આપવામાં આવ્યું છે.
આ એન્ડ્રોઈડ એપ યુનિવર્સિટીના જ કોમ્પ્યુટર સેન્ટર દ્વારા બનાવવામાં આવી છે.આજે યુનિવર્સિટીના સેનેટ હોલમાં ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલ , વિવિધ ફેકલ્ટી ડીન્સ અને અન્ય અધ્યાપકોની હાજરીમાં તેને લોન્ચ કરવામાં આવી હતી.
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એપને પ્લે સ્ટોર પરથી એમએસયુઆઈએસ વિદ્યાર્થી લખીને ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓએ તેમાં પોતાનો યુઝર આઈડી અને પાસવર્ડ નાંખવાનો રહેશે.એ પછી તેમને વિવિધ સુવિધાઓ એપ પર જ ઉપલબ્ધ થશે.
એપના કારણે વિદ્યાર્થીઓને નોટિફિકેશન થકી તેમના માટે જરુરી તમામ જાણકારીઓ ઉપલબ્ધ થશે.વિદ્યાર્થીઓની સ્ટુડન્ટ પ્રોફાઈલ એપ પર હશે.વિદ્યાર્થીઓ પોતાની પ્રોફાઈલમાં સુધારા વધરા પણ કરી શકશે.કોમ્પ્યુટર સેન્ટરના સૂત્રોેએ કહ્યું હતું કે, ફેકલ્ટી ડીન્સ ઈચ્છે તો અભ્યાસક્રમ અને શૈક્ષણિક ટાઈમ ટેબલ પણ એપ પર મૂકી શકશે.વિદ્યાર્થીઓને પંદર દિવસ બાદ એપ પરથી જ અલગ અલગ ડિજિટલ સર્ટિફિકેટ પણ મળતા થઈ જશે. કોન્વોકેશનની જાણકારી પણ એપ પર મૂકવામાં આવશે.વિદ્યાર્થીઓ એપ પરથી કોન્વોકેશન માટે ફોર્મ ભરી શકશે.
એપ કઈ રીતે ઉપયોગી બનશે
ફીનું પેમેન્ટ કરી શકાશે અને પેમેન્ટની રિસિપ્ટ પણ મળશે
એકેડમિક પ્રોગ્રેસન ડેટા ઉપલબ્ધ થશે
વિદ્યાર્થીઓ પોતાની સિધ્ધિની જાણકારી એપ થકી પોતાના સ્ટુડન્ટ એકાઉન્ટમાં મૂકી શકશે
એડમિશન ફી, એક્ઝામ ફી ભરવાની બાકી હશે તો તેની જાણકારી મળશે
સ્કોલરશિપ સ્કીમ માટે પણ એપ પરથી ફોર્મ ભરી શકાશે
પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ થશે, વિદ્યાર્થીના પરીક્ષા માર્કસ, ટકાવારી, પરીક્ષાનું ટાઈમ ટેબલ એપ પર મળશે
વિષય પસંદગી પણ કરી શકાશે, વિષયો પસંદ કરવાના બાકી હશે તો એપ થકી જાણી શકાશે