Gujarat

ચં.ચી.મહેતાની 125મી જન્મજયંતિને એમ.એસ.યુનિ.સત્તાધીશો વિસરી ગયા

By GS TEAM
3 Jan 20261 min read
ચં.ચી.મહેતાની 125મી જન્મજયંતિને એમ.એસ.યુનિ.સત્તાધીશો વિસરી ગયા

વડોદરાઃ આધુનિક રંગમંચના પ્રણેતા, લેખક, નાટયવિદ અને પદ્મશ્રી ચં.ચી. મહેતાની ૧૨૫મી જન્મ જયંતિને એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો વિસરી ગયા છે.

ચં.ચી.મહેતાનો જન્મ ૬ એપ્રિલ, ૧૯૦૧ના રોજ થયો હતો.એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં નાટય વિભાગની  સ્થાપનામાં તેમનો મોટો ફાળો હતો.નાટય વિભાગના ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ તેમણે જ તૈયાર કરાવ્યા હતા.ઉપરાંત એમ.એસ.યુનિવર્સિટીનું ગીત ..અમે વડોદરાના વિદ્યાપીઠના સપના સારવનારા...પણ ચં.ચી.મહેતાએ જ લખ્યું હતુ.યુનિવર્સિટીનું મુખ્ય ઓડિટોરિયમ તેમના નામે છે અને હોસ્ટેલમાં એક હોલને પણ ચં.ચી.મહેતા નામ અપાયું છે.

આ વર્ષે  તેમની ૧૨૫મી જન્મ જયંતિ છે અન ેતા.૧ એપ્રિલે તેની સમાપ્તિ થશે પણ યુનિવર્સિટી સત્તાધીશો ચં.ચી.મહેતાને વિસરી ગયા છે.અત્યાર સુધી યુનિવર્સિટી સ્તરે તેમના સન્માનમાં એક પણ કાર્યક્રમ યોજાયો નથી.ચં.ચી.મહેતાએ ૨૫ થી વધારે નાટકો લખ્યા હતા.તેમનું લખેલું એકાદ નાટક ભજવવાની કે વિદ્યાર્થીઓને તેમના યોગદાન અંગે જાણકારી આપવાની ફૂરસદ પણ યુનિવર્સિટી સત્તાધીશોને મળી નથી.