MSUની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો એજન્ડા હવે સત્તાધીશો જાહેર કરતા નથી

વડોદરાઃ રાજ્ય સરકારે કોમન યુનિવર્સિટી એક લાગુ કર્યા બાદ એમ.એસ.યુનિવર્સિટીનું સંચાલન એક સરકારી યુનિવર્સિટીની જગ્યાએ ખાનગી યુનિવર્સિટીની જેમ થવા લાગ્યું હોવાની છાપ મજબૂત બની રહી છે.
જેમ કે સિન્ડિકેટની જગ્યાએ બનાવવામાં આવેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક હવે ક્યારે મળે છે અને તેમાં શું ચર્ચા થાય છે તેની કોઈને ખબર નથી હોતી.નવેમ્બર મહિનાના અંતમાં મળેલી બેઠક પણ આ જ રીતે ગુપ્તતાના માહોલ વચ્ચે પૂરી થઈ હતી.
અધ્યાપક આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે કોમન એકટ લાગુ થયા બાદ એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો એજન્ડા જાહેર કરવાનો કે તેમાં થયેલી ચર્ચાની મિનિટસ સાર્વજનિક કરવાનુંસ સત્તાધીશોએ બંધ કરી દીધું છે.જેના કારણે ફેકલ્ટી ડીનોને પણ ખબર નથી પડી રહી કે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં કયા પ્રકારના નિર્ણયો લેવાયા છે.
પ્રો.ભણગેની નવા વાઈસ ચાન્સેલર તરીકે નિયુક્ત થઈ છે ત્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકોના સંચાલનમાં પારદર્શિતા જળવાય તે માટે ફરી એક વખત વ્યાપક માગ થઈ રહી છે.

