Get The App

MSUમાં વિદ્યાર્થિનીઓની બોલબાલા : ગોલ્ડ મેડાલિસ્ટોમાં 163 વિદ્યાર્થિનીઓ અને માત્ર 63 વિદ્યાર્થીઓ

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
MSUમાં વિદ્યાર્થિનીઓની બોલબાલા : ગોલ્ડ મેડાલિસ્ટોમાં 163 વિદ્યાર્થિનીઓ અને માત્ર 63 વિદ્યાર્થીઓ 1 - image


Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવવાની સાથે સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવામાં પણ છોકરીઓએ છોકરાઓને ઘણા પાછળ પાડી દીધા છે.

મળતી વિગતો પ્રમાણે 74મા પદવીદાન સમારોહમાં 354 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવનાર છે. આ ગોલ્ડ મેડલ મેળવનારાઓમાં 163 છોકરીઓની સામે છોકરાઓની સંખ્યા માત્ર 63 છે. યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી અભ્યાસમાં છોકરીઓનું વર્ચસ્વ સ્થાપિત થઈ ચૂકયું છે અને 2024-25નું વર્ષ પણ તેમાં અપવાદરુપ નથી.

તા.8 નવેમ્બરે યોજાનારા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થિનીઓનો સંપૂર્ણ દબદબો જોવા મળશે. યુનિવર્સિટીની માત્ર સોશ્યલ વર્ક, જર્નાલિઝમ, ફાર્મસી અને ટેકનોલોજી ફેકલ્ટી જ એવી છે જ્યાં છોકરાઓને છોકરીઓ કરતા વધારે ગોલ્ડ મેડલ મળશે.

સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં તો વિદ્યાર્થિનીઓએ ક્લીન સ્વીપ કરીને તમામ 24 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. સાયન્સ અને આર્ટસમાં અનુક્રમે 35 અને 32 ગોલ્ડ મેડલ છોકરીઓના ફાળે ગયા છે.

કુલ મળીને 63 વિદ્યાર્થીઓને 108 અને 163 વિદ્યાર્થિનીઓને 246 ગોલ્ડ મેડલ મળશે.

ફેકલ્ટી પ્રમાણે ગોલ્ડ મેડલ મેળવનારા સ્ટુડન્ટસ

ફેકલ્ટી       

વિદ્યાર્થીઓ   

વિદ્યાર્થિનીઓ

આર્ટસ       

7 

32

સંસ્કૃત મહાવિદ્યાલય   

0 

6

એજ્યુકશન     

1

17

કોમર્સ       

0

24

મેડિસિન   

7

30

ટેકનોલોજી 

47

29

લો       

7

9

ફાઈન આર્ટસ   

5

12

હોમસાયન્સ   

1

26

સોશ્યલ વર્ક   

8

0

પરફોર્મિંગ આર્ટસ   

5

14

મેનેજમેન્ટ સ્ટડીઝ   

2

9

જર્નાલિઝમ   

2

1

ફાર્મસી       

3

2

Tags :