Get The App

ગુજરાતમાં વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપનીનું સેન્ટર શરૂ થશે, GCCની સ્થાપના માટે MoU થયા

Kraft Heinz દ્વારા અમદાવાદમાં દેશના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર GCCનો પ્રારંભ

29000થી વધુ નવા રોજગાર સર્જન માટે અત્યાર સુધીમાં 17 એમઓયુ પર હસ્તાક્ષર થયાં

Updated: Sep 21st, 2023

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપનીનું સેન્ટર શરૂ થશે, GCCની સ્થાપના માટે MoU થયા 1 - image



અમદાવાદઃ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકારે ગુજરાત IT/ITeS નીતિ 2022-27 જાહેર કરી છે.આ પોલિસીને અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા 29000થી વધુ નવા રોજગાર સર્જન માટે અત્યાર સુધીમાં 17 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે.વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝએ ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)નો અમદાવાદ ખાતે પ્રારંભ કર્યો છે. તેમજ આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં 1,800થી વધુ વ્યવસાયિકોની ભરતી કરવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતમાં કામગીરીના વિસ્તરણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

ગાંધીનગર ખાતે આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  અને ઉદ્યોગમંત્રી બળવંત સિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ક્રાફ્ટ હેઇન્ઝ કંપનીના ગ્લોબલ બિઝનેસ સર્વિસિસના વડા સર્જ ડી વોસ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા વચ્ચે ગાંધીનગરમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.ક્રાફ્ટ હેઇન્ઝનું ભારતમાં આ પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર છે જેનો પ્રારંભ ગુજરાતમાં થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું હતું કે, ગુજરાતમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનસ માટેના સાનુકૂળ વાતાવરણની પ્રતીતિનું ઉદાહરણ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની શરૂઆત થકી વધુ એકવાર પ્રસ્થાપિત થયું છે. ક્રાફટ હેઇન્ઝ સર્જ ડી વોશે મુખ્યમંત્રી સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે આવા કેન્દ્રની સ્થાપના અંગે પ્રારંભિક ચર્ચા કર્યા પછી ક્રાફ્ટ હેઈન્ઝે તરત જ નિર્ણય લીધો અને 6 મહિનામાં રાજ્યમાં તેમના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના કરી છે. તેમજ વધુ રોજગાર અને રોકાણ માટે આજે ગાંધીનગર ખાતે આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

ક્રાફ્ટ હેઇન્ઝના મોટા પરિવર્તનમાં નવીનતમ પગલું

ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એ ક્રાફ્ટ હેઇન્ઝના મોટા પરિવર્તનમાં નવીનતમ પગલું છે. કંપની તેની ટેક્નોલોજી ક્ષમતાઓને ટેક્નોલોજી જાયન્ટ્સ અને અત્યાધુનિક ઇનોવેટર્સ સાથેની ભાગીદારી દ્વારા વિસ્તૃત કરી રહી છે. આ ક્ષમતાઓને વધુ વિસ્તૃત બનાવવા ક્રાફ્ટ હેઇન્ઝ તેની વૈશ્વિક કામગીરીમાં ઓપરેશનલ કાર્યક્ષમતા, નવીનતા અને સર્વિસ ડિલિવરી ચલાવવા માટે ઉભરતી ટેક, ડેટા એનાલિટિક્સ અને ચપળ પદ્ધતિઓનો ઉપયોગ કરશે. સર્જ ડી વોસે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર સ્થાપવા માટે તેઓ ગુજરાત સરકાર સાથે તેમની ભાગીદારીની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે. શહેરનું સ્ટ્રેટેજિક લોકેશન, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કીલ્ડ ટેલેન્ટ પૂલ કંપનીના આઈટી, એનાલિટિક્સ, ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ, ફાઈનાન્સ અને સપ્લાય ચેઈનમાં મહત્વાકાંક્ષી પ્રયાસો માટે એક આદર્શ પસંદગી છે.સ્થાનિક પ્રતિભા અને સંસાધનોનો ઉપયોગ કરીને, તે ઓપરેશનલ કાર્યક્ષમતા, નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. 

Tags :