Gujarat
કરજણ બાદ વાસદ રોડ પર ખાડાઓથી વાહનચાલકો ત્રસ્તઃદરિયામાં હોડીની જેમ વાહનો ઝોલા ખાય છે
By GS TEAM
8 Jul 20251 min read

| symbolic |
વાસદ થી વડોદરા તરફ આવતા શહેરના એક ડોક્ટરની ટોલ નાકાના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી.તેણે રૃ.૧૬૦ ટોલ ટેક્સ લો છો તો તેની સામે સર્વિસ તો આપો તેમ કહી અધિકારીને બોલાવવા માટે આગ્રહ રાખ્યો હતો.પરંતુ કર્મચારીઓ ટસનામસ થયા નહતા.
કારચાલકે એમ પણ કહ્યું હતું કે,ખાડા ઓને કારણે દરિયામાં હોડી ઝોલા ખાય તે રીતે મોટાવાહનો ઝોલા ખાઇ રહ્યા છે.શું કોઇ મોટો અક્સ્માત થયા પછી ખાડા પુરાવશો.આ તબક્કે અન્ય વાહનચાલકોએ પણ સૂર પૂરાવી રીપેરિંગ કામ માટે આગ્રહ રાખ્યો હતો.








