Get The App

ગાડવેલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાઈકલ સવારનું મોત

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
ગાડવેલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાઈકલ સવારનું મોત 1 - image

- અમદાવાદ-ઇન્દોર હાઇવે પર અકસ્માત 

- મૃતક એએમસીમાં સફાઈ કામદાર હતા, 3 બાળકોએે પિતાની છત્રછાયા ગુમાવી 

કઠલાલ : અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આવેલા ગાડવેલ ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે એએમસીમાં ફરજ બજાવતા કોઠંબા ગામના સફાઈ કામદારનનું મોત નિપજ્યું હતું. જે મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

કોઠંબા ગામના તુલસીદાસ જેસીગભાઈ અમદાવાદ મ્યુનીસીપલ કાર્પોેરેશનમાં સફાઈ કામદાર તરીકે કામ છે. તેઓ પોતાના વતન કોઠંબા ગામે ગયા બાદ પરત અમદાવાદ તરફ મોટરસાઈકલ લઈને જઈ રહ્યાં હતા. તે દરમિયાન અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આવેલા ગાડવેલ ગામ પાસે બેફામ આવતા અજાણ્યા વાહને તેમના મોટરસાઈકલને ટક્કર મારતા તેમને ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. તુલસીદાસને સંતાનમાં બે દિકરા અને એક દીકરી છે. પિતાના આકસ્મિત મોતથી ત્રણેય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.