વોર્ડ ઓફિસર જીગ્નેશ ગોહિલની નિમણુંક રદ્દ કરવા રજૂઆત
વોર્ડ ૧૬ ઓફિસર મહેશ રબારીએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી કે, આપ દ્રારા ખોટીરીતે નિમણુક પામેલા જીગ્નેશ ગોહિલને લેખિત કે મૌખિક પરિક્ષા વગર વોર્ડ ઓફિસર બનાવતા અન્યાયી નીતી સામે વિરોધ છે. તેમજ વોર્ડ ઓફિસરની સાથે એ.ઓ.ગેસ અને પીઆરઓ તેમજ વોર્ડ ઓફિસર વોર્ડ નં.૧૪ નો હવાલો આપવામાં આવ્યો છે. અમે માતૃ સંસ્થાની સામે હાઇકોર્ટમાં જવા માગતા નથી જેથી ગોહિલને જે હોદા આપવામાં આવ્યા છે તે વિશે ફેર - વિચારણા કરશો.