પરિણીતાને કાઢી મૂકી પતિએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કર્યા : આદિત્યાણાની પરિણીતાને જૂનાગઢ રહેતા પતિ અને સાસુએ શારીરિક માનસિક ત્રાસ આપતા ફરિયાદ
પોરબંદર, : 'સાહેબ, મારા પતિને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું જણાવ્યું તો સાસુએ કહ્યું પુરૂષોને તો એવું ચાલ્યા કરે' કંઈક આવા શબ્દો સાથે આદિત્યાણા ગામની યુવતીએ જૂનાગઢ રહેતા તેના પતિ અને સાસુ સામે ફરિયાદ દાખલ કરી છે.
આદિત્યાણા પટેલ સમાજ પાસે રહેતી શિલ્પા (ઉ.વ. 38) ના લગ્ન જૂનાગઢ ખાતે જોષીપુરામાં આવેલા શાંતેશ્વર નગરમાં રહેતા મયુર રાજેશ આંત્રોલીયા સાથે 4 વર્ષ પહેલા જ્ઞાાતિના રીતિ રિવાજ મુજબ થયા હતાં. બન્નેનો ઘર સંસાર વ્યવસ્થિત ચાલતો હતો. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી પતિના વર્તનમાં ફેરફાર આવતા લાગતા પતિ પત્ની વચ્ચેના સંબંધમાં તિરાડ પડવા લાગી હતી.
કંપનીના કામે બહાર છું તેમ કહીને રાત્રિના સમયે ઘરે પણ ન આવતો શિલ્પા તેને બોલાવે તો ઝઘડો કરતો. પતિને અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો શિલ્પાએ પકડયો હતો. અને આ બાબતની જાણ સાસુ રીનાબેન આંત્રોલિયાને કરતા ંતેણે પુત્રની જ તરફેણ કરી હતી. અને ાસસુના કહેવાથી મયુર શિલ્પાને પીયર મૂકી ગયો હતો. બાદમાં પતિએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરી લીધા હોવાનું જાણવા મળતા પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી છે.


