જલાલપુર ગામના સાસુ અને વહુને મારામારીના કેસમાં બે માસની સજા

- 3 વર્ષ પૂર્વે માર મારી કપડાં ફાડી નાંખ્યા હતા
- સગીરાએ બા અને કાકી સામે ફરિયાદ નોંધાવી હતી, રોકડ રકમનો દંડ
ભાવનગર : ગઢડા તાલુકાના જલાલપુર ગામના સાસુ-વહુને મારામારીના કેસમાં કોર્ટે બે માસની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.
ગઢડાના ધુ્રફણિયાની સીમમાં ગત તા.૮-૧૦-૨૨ના રોજ સાંજના સમયે સગીર વયના ભાઈ-બહેન વાડીએ ઘાસ વાઢી રહ્યા હતા. ત્યારે આશાબેન વેલાણી, સોનલબેન અને મીઠીબેન વેલાણીએ આવી ખાંભો ખોડવાનું કહેતા સગીરાએ ના પાડતા ઢીકાપાટુંનો માર મારી કપડાં ફાડી નાંખી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. આ અંગેનો કેસ ગઢડાના જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલા આધાર-પુરાવા, દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે સાસુ-વહુ મીઠીબેન અરજણભાઈ વેલાણી અને આશાબેન નરેશભાઈ વેલાણી (રહે, બન્ને જલાલપુર, તા.ગઢડાને તકસીરવાન ઠેરવી બે માસ સાદી કેદની સજા અને દરેકને રૂા.૫૦૦નો દંડ ભરવા, જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસ સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

