Gujarat

પતિના અવસાન પછી પરિણીતાને ત્રાસ આપતા સાસુ અને દિયર

By GS TEAM
18 Sep 20251 min read
પતિના અવસાન  પછી પરિણીતાને ત્રાસ આપતા સાસુ અને દિયર

 વડોદરા,પરિણીતાને ત્રાસ આપતા સાસુ અને દિયર સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજવા રોડ જૂની પોલીસ ચોકી પાસે રહેતા જીગનાબેન અવિનાશભાઇ પરમારે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યંું છે કે, મારા પતિએ સાઉન્ડ સિસ્ટમ વસાવી કાર્યક્રમોમાં જતા હતા. પતિના અવસાન પછી હું સંતાનો સાથે સાસરીમાં રહેતી હતી. થોડા સમય પછી મારા સસરાનું અવસાન થતા મેં સાઉન્ડ સિસ્ટમ મારા દિયર હર્ષને ઓપરેટ કરવા આપીને જણાવ્યું હતું કે, ધંધાના જે રૃપિયા આવે તેના અડધા મને આપવાના. મારા સંતાનોની ટયુશન અને સ્કૂલની ફી ભરવા માટે હું  રૃપિયા માંગુ ત્યારે પણ મારા સાસુ સંગીતાબેન અને દિયર  હર્ષ રૃપિયા આપતા નહતા. મારા દિયર મને કહેતા કે, આ સિસ્ટમ મારા રૃપિયાથી લીધી છે. તારા પતિએ લીધી નહતી. આ ધંધામાંથી તને કોઇ રૃપિયા નહીં મળે. મને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા હતા.