Gujarat

વડોદરામાં કાર રિવર્સ લેતાં બાઇક નીચે પાડી દેવા બાબતે કહેવા જતાં માતા-પીતા અને પુત્રને માર માર્યો

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
તરસાલી ગામમાં ઇકો ગાડીની રિવર્સ લેવા જતા બાઈક પડી ગઈ હતી. જેથી તેઓ કહેવા જતાં માતા-પિતા અને પુત્ર સાથે ચાર લોકોએ ઝઘડો કર્યા બાદ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં કાર રિવર્સ લેતાં બાઇક નીચે પાડી દેવા બાબતે કહેવા જતાં માતા-પીતા અને પુત્રને માર માર્યો

Vadodara : તરસાલી ગામમાં ઇકો ગાડીની રિવર્સ લેવા જતા બાઈક પડી ગઈ હતી. જેથી તેઓ કહેવા જતાં માતા-પિતા અને પુત્ર સાથે ચાર લોકોએ ઝઘડો કર્યા બાદ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 વડોદરા શહેરના તરસાલી ગામમાં રાઠોડિયા વાસમાં શારદાબેન સુરેશભાઈ રાઠોડીયાએ ફરિયાદ નોંધાવી છે કે ગત 15 જૂનના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે હું તથા મારા પતિ સુરેશભાઈ તથા મારો દિકરો ઘરે હાજર હતા. તે વખતે અમારી પડોશમાં રહેતા અમીત અર્જુન રાઠોડીયા તેમની ઇકો ગાડી રીવર્સમાં લેતા હતા. ત્યારે અમારી બાઇક જે અમારા ઘર આગળ પાર્ક કરી મુકી હતી તે નીચે પાડી દીધી હતી. જેથી મારા પતિ સુરેશભાઈ અમીતને કહેવા ગયો હતો કે, આ બાઈક નીચે પાડી દિધી તને દેખાતું નથી તેમ કહેતા અમીત એકદમ ઉશ્કેરાઈ જઈ મારા પતિને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી હું તથા મારી દિકરો આતીષ ઘર બહાર આવીને જોતા અમીત મારા પતિ સાથે ઝઘડો કરતો હોય જેથી તેને ઝઘડો નહી કરવા કહેવા જતા મારા દિકરા આતીષ સાથે પણ ઝઘડો કરી માર મારવા લાગ્યો હતો અને અમીતે તેના સગાભાઈ વિશાલ તથા તેનો મિત્ર અર્જુન અને તેની માતા લખીબેનને બોલાવતા તેઓ દોડી આવીને મારા પતિ તથા મારા દિકરા સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લખીબેન પણ મારી સાથે ઝપાઝપી કરી મારા માથાના વાળ પકડી લીધા હતો અને મને નીચે પાડી દેતા મારા બંન્ને હાથે ઇજા થયેલી હતી. ત્યારબાદ મને એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર કરાવવા ગયા હતા. જેથી પોલીસે ચાર લોકો વિરુધ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.