Gujarat

અનગઢ ગામે વીજ કરંટ લાગતા માતા પુત્રના મોત

By GS TEAM
27 Apr 20261 min read
અનગઢ ગામે વીજ કરંટ લાગતા માતા પુત્રના મોત

વડોદરા,વીજ કરંટ લાગતા પુત્રને કરંટ લાગતા છોડાવવા ગયેલી માતાને  પણ કરંટ લાગતા બંનેના મોત થયા છે.

શહેર નજીકના અનગઢ ગામે ઇન્દિરાઆવાસમાં રહેતા સુરેશભાઇ ડાહ્યાભાઇ  કટારિયા(ઉં.વ.૪૪)  ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે સાડા સાત વાગ્યે તે ઘરમાં તાર પર કપડા સૂકવતો હતો. તે દરમિયાન અચાનક કરંટ લાગતા તેની માતા લખીબેન (ઉ.વ.૭૭) પુત્રને છોડાવવા દોડી ગયા હતા. તેઓેને  પણ વીજ કરંટ લાગતા દાઝી ગયા હતા.લોકોએ દોડી આવી તેઓને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો.નંદેસરી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.