ઇચ્છાપોર રોડ પર રોંગ સાઇડ દોડતા પાણીના ટ્રેકટરે કારને અડફટે લેતા માતા-પુત્રનું મોત
- પત્નીની પ્રસૂતિ થતા પતિ માતા અને સાસુ સાથે અડાજણની હોસ્પિટલમાં ટિફિન આપવા
જતા હતા ઃ ત્રણ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
સુરત
:
સુરત ઇચ્છાપોર રોડ બસ સ્ટેન્ડ પાસે શુક્રવારે સાંજે રોગ સાઇડ પર આવતા પાણીના ટ્રેકટરે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા થતા માતા-પુત્રનું મોત નીંપજયું હતું. જયારે કારમાં સવાર મહિલાની સાસુને સામાન્ય ઇજા થઇ હતી.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ભેંસાણ રોડ પર સ્વાગત રેસીડન્સીમાં
રહેતા ૩૪ વર્ષીય કેશવકુમાર બદ્રીનાથ કુમારની પત્ની મનીષાની ૩ દિવસ પહેલા અડાજણ વિસ્તારની
ખાનગી હોસ્પિટલમાં પ્રસૃતિ થતા બાળકીને જન્મ આપ્યો હતો. જેથી કેશવકુમાર તથા તેમની માતા
ઉર્મીલાદેવી (ઉ.વ-૬૩) અને તેમની સાસુ કિશોરીબેન સાથે શુક્રવારે રાતે કારમાં હોસ્પિટલમાં
મનીષાને ટીફિન આપવા જઇ રહ્યા હતા. તે સમયે ઇચ્છાપોર રોડ બસ સ્ટેન્ડ નં-૩ પાસે રોડ સાઇડ
પર પુરપાટ ધસી આવેલા પાણીના ટેકટ્રક ચાલકે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં ગંભીર ઇજા પામેલા ઉર્મીલાદેવીને ૧૦૮ના સ્ટાફે મૃત
જાહેર કર્યા હતા. જયારે ગંભીર ઇજા પામેલા કેશવકુમારને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં
અડાજણની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં આજે સવારે મોત નીપંજયુ હતુ. તેમના સાસુને સામાન્ય ઇજા થઇ હોવાનું તેમના સંબંધીએ
કહ્યુ હતું. કેશવકુમાર મુળ બિહારના દરભંગાના વતની હતો. તેને સંતાનમાં ત્રણ દિવસની બાળકી સહિત ત્રણ પુત્રી છે. તેમના મોતના લીધે ત્રણ
દિકરીઓ પિતાની છત્રછાયા ગુમાવી છે. કેશવકુમાર
ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા હતા. માતા અને પુત્રના મોતના લીધે પરિવારજનો આભ
તુટી પડયુ હતુ. સ્થાનિક વિસ્તારમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે ઇચ્છાપોર પોલીસે ટ્રેકટર
ચાલક વિરુધ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.