Gujarat

લાલપુરના ધરમપુર ગામમાં લગ્ન પ્રસંગમાં નિમંત્રણ નહીં આપતાં માતા પુત્ર પર હુમલો : નજીકના કુટુંબી એવા 5 શખ્સો સામે હુમલાની ફરિયાદ

By GS TEAM
10 Feb 20261 min read
TukuTouch Logo
માતા પુત્રને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુરના ધરમપુર ગામમાં લગ્ન પ્રસંગમાં નિમંત્રણ નહીં આપતાં માતા પુત્ર પર હુમલો : નજીકના કુટુંબી એવા 5 શખ્સો સામે હુમલાની ફરિયાદ

Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં રહેતા મુકેશ જીણાંભાઈ ખરા નામના 35 વર્ષના દલિત યુવાને પોતાના ઉપર તેમજ પોતાની માતા નાથીબેન ઉપર લાકડી વડે હુમલો કરી બંનેના માથા ફોડી નાખવા અંગે પોતાના જ નજીકના કુટુંબીઓ ખંભાળિયા તાલુકાના સગપર ગામમાં રહેતા સંજય જેસાભાઇ ખરા, ઉપરાંત મુકેશ ખીમાભાઈ ખરા, દિનેશ ખીમાભાઈ ખરા, ખીમાભાઈ દેવાભાઈ ખરા, રાજેશ કરસનભાઈ ખરા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

માતા પુત્રને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં બંનેના માથામાં ટાંકા લેવા પડ્યા છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મુકેશભાઈના નાના ભાઈના છઠ્ઠી તારીખે લગ્ન થયા હતા, જે લગ્નની કંકોત્રી આરોપીઓને મોકલી ન હોવાથી તમામ આરોપીઓ આવ્યા હતા, અને અમને લગ્નમાં શું કામ ન બોલાવ્યા તેમ કહી હુમલો કરી દીધો હતો.