Get The App

બોટાદમાં માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
બોટાદમાં માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો 1 - image

ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

દિવાલનો કચરો ઘરમાં પડતો હોવાનું યુવાન કહેવા જતા મામલો બિચક્યો હતો

ભાવનગરબોટાદના તુરખા રોડ પર રહેતા યુવાનના પાડોશીના મકાનની દિવાલનું કામ ચાલુ હોય અને દિવાલનો કચરો યુવાનના ઘરમાં પડતો હોય યુવાન પડોશીને કહેવા જતા ઉશ્કેરાયેલા પડોશીઓએ માતા-પુત્ર પર લાકડી અને પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બોટાદના તુરખા રોડ ઉપર આવેલા અતિલક્ષ્મી સોસાયટી ખાતે રહેતા ચિરાગભાઈ ચંદુભાઈ ચૌહાણના પાડોશી ઘનશ્યામભાઈના મકાનના ધાબા ઉપર દીવાલનુ સમારકામ ચાલુ હતું અને કચરો ચિરાગભાઈના ઘર ઉપર પડતો હોય ચિરાગભાઈ પડોશી ઘનશ્યામને કહેવા જતાં એકદમ ઉશ્કેરાઈ જઈ ઘનશ્યામ તથા ગીતાબેન તથા રામદેવ અને કાજલબેનએ ચિરાગભાઈની માતાને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ચિરાગભાઈને લોખંડના પાઇપ અને લાકડી વડે માર મારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખર્ચ કરવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે ચિરાગભાઈએ બે મહિલા સહિત ચાર શખ્સ વિરૃધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.