Get The App

SMCનો સાજણ રાજસ્થાનના વેાન્ટેડ ેગેંગસ્ટર સાથે સંપર્કમાં... ગેંગસ્ટર અનિલ જાટ સામે રાજસ્થાનમાં ે ૩૯ અને ગુજરાતમાં ૨૫ ગુના

અનિલ જાટ દારૃના ગુનાઓમાં વોન્ટેડ છતા સ્ટેટ વિજિલન્સનો કોન્સ્ટેબલ સાજણ આહિર બિન્ધાસ્ત વાતો કરતો હતો

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
SMCનો  સાજણ રાજસ્થાનના વેાન્ટેડ ેગેંગસ્ટર સાથે સંપર્કમાં...  ગેંગસ્ટર અનિલ જાટ સામે રાજસ્થાનમાં ે ૩૯ અને ગુજરાતમાં ૨૫ ગુના 1 - image

વડોદરા, તા.27 વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાં રૃા.૧.૭૭ કરોડનો દારૃ ઝડપી પાડવાના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજણ આહિરને પણ આરોપી બનાવાયો છે. સાજણ રાજસ્થાન અને ગુજરાતના મોસ્ટ વોન્ટેડ તેમજ રાજસ્થાનના હિસ્ટ્રિશીટર અનિલ ઉર્ફે પાંડીયા જાટ સાથે સતત સંપર્કમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે.

રાજસ્થાન-હરિયાણા બોર્ડર પર આવેલ ફતેહપુર જિલ્લાના સીકર તાલુકાના બાસગામનો વતની અનિલ ઉર્ફે પાંડીયા જગદીશપ્રસાદ જાટ વર્ષ-૨૦૦૭થી ગુનાખોરીની દુનિયામાં આવી તેણે રાજસ્થાનમાં ખોફ ઊભો કર્યો છે. રાજસ્થાનમાં ગંભીર પ્રકારના ૩૯ ગુનાઓમાં તેની સંડોવણી છે જ્યારે ગુજરાતમાં ૨૫ જેટલા દારૃના ગુનામાં તેનું નામ ખૂલતા તે લાંબા સમયથી ફરાર છે.

વડોદરા જિલ્લામાં દારૃના કેસમાં તેનું પ્રથમ વખત નામ ખૂલ્યું છે. મહત્વની બાબત એ છે કે રાજ્યમાં અનિલ ઉર્ફે પાંડીયા સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો છે તેમ છતાં એસએમસીનો કોન્સ્ટેબલ સાજણ આહિર અનિલના સતત સંપર્કમાં રહેતો હતો. ગુજરાતના મોસ્ટ વોન્ટેડ આરોપીઓના સંપર્કમાં વિજિલન્સનો જ કોન્સ્ટેબલ રહેતો હોવા છતાં ગુજરાત પોલીસ સતત અંધારામાં રહી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજસ્થાનનો ગેંગસ્ટર અનિલ ે વોન્ટેડ છે. પોલીસ દ્વારા તેને ઝડપી પાડવા અનેક પ્રયત્નો છતાં તેનો પત્તો લાગતો નથી અને બીજી બાજુ ખુદ વિજિલન્સનો જ એક કોન્સ્ટેબલ તેની સાથે બિન્ધાસ્તરીતે  સંપર્કમાં રહેતો હતો.

એનઆઇએ, સીબીઆઇની સતત વોચ છતાં અનિલ ઝડપાતો નથી

ગૃહ વિભાગની દેશની સર્વોચ્ચ સંસ્થા એનઆઇએ, સીબીઆઇ તેમજ સ્થાનિક પોલીસની સતત વોચ છતાં અનિલ ઉર્ફે પાંડીયા પોતાની ગુનાખોરીની દુનિયા સતત વિસ્તારતો રહ્યો છે.

ફેબુ્રઆરી-૨૦૨૩માં રાજસ્થાનના સીકર ખાતેના તેના ઘેર એનઆઇએએ વહેલી સવારે દરોડો પાડયો હતો પરંતુ તે ઝડપાયો ન હતો. આ ઉપરાંત સીબીઆઇનું રૃા.૫ લાખનું ઇનામ ધરાવતા રાજસ્થાનના બહુચર્ચિત બિરજુ ઠેકેદારનું પણ અનિલ પાંડીયાએ મર્ડર કર્યુ હતું. ગુજરાતમાં તેની સામે ગુજસીટોકનો ગુનો પણ દાખલ થયો છે.

હત્યા, ખંડણી, સરકારી નોકર પર હુમલો જેવા અનેક ગુનામાં સંડોવણી

રાજસ્થાનના સીકર ખાતેના ગેંગસ્ટર અનિલ  સામે રાજસ્થાનમાં મારામારી, હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, સરકારી નોકર પર હુમલો જેવા અનેક ગુનાઓ નોંધાયા છે. હાલમાં તે દારૃના ધંધા સાથે સંકળાયેલો હોવાથી તેની સામે ગુજરાતમાં પ્રોહિબિશનના તેમજ એસએમસીમાં ગુજસીટોકનો ગુનો પણ નોંધાયો છે.

વર્ચ્યૂઅલ નંબરથી સંપર્કમાં રહેતા અનિલ સુધી પોલીસ પહોંચી શકતી નથી

રાજસ્થાનના અનિલનું ગુજરાતના દરેક જિલ્લામાં નેટવક ર્ છ,ે આ ઉપરાંત રાજસ્થાનમાં પણ તે જ્યાં છૂપાયો  હોય તેના ૫૦ કિ.મી. દૂર સુધી તેના માણસો વોચમાં  હોય છે. જો કોઇ પોલીસ તેને પકડવા માટે જાય તો ૫૦ કિ.મી. દૂરથી તેને ખબર પડી જતી હોય છે. તે હંમેશા વર્ચ્યૂઅલ નંબરથી જ સંપર્કમાં રહેતો હોય છે જેથી તેનું લોકેશન મેળવવું પોલીસ માટે મૂશ્કેલ બની જાય છે.

લોરેન્સ ગેંગ સાથે સંડોવણીની શંકા, જેલમાં હુમલો કરી ભાગ્યો હતો

ગેંગસ્ટર આનંદપાલનો સાથી હોવાનું નક્કી થયા બાદ વિવિધ એજન્સીઓ એવું માનવા લાગી છે કે અનિલ ઉર્ફે પાંડીયા લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે જોડાયો હોઇ શકે. થોડા વર્ષો પહેલાં તે રાજસ્થાનની સાંચોર જેલમાં હુમલો કરી ફરાર થઇ ગયો હતો ત્યારબાદ જયપુર પોલીસે તેની ધરપકડ કરી અજમેર જેલમાં રાખ્યો હતો પરંતુ અજમેર જેલમાં પણ તેણે જેલર તેમજ સ્ટાફ પર હુમલો કર્યો હતો.

Tags :