Get The App

મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના મોટાભાગના WDS માં કલોરીન ગેસ માપવાના મીટર નહીં હોવાનો ગંભીર આક્ષેપ

પમ્પ હાઉસ,કલોરીન રુમ સહિતના સ્થળે નિયમિત સફાઈનો પણ અભાવ

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના મોટાભાગના WDS માં કલોરીન ગેસ માપવાના મીટર નહીં  હોવાનો  ગંભીર આક્ષેપ 1 - image

       

 અમદાવાદ,ગુરુવાર,8 જાન્યુ,2026

અમદાવાદના મધ્ય અને પૂર્વના વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન આવેલા છે. આ પૈકી મોટાભાગના સ્ટેશન ખાતે કલોરીન ગેસ માપવાના મીટર નહીં હોવાનો અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડે ગંભીર આક્ષેપ કર્યો છે.ઉપરાંત પમ્પ હાઉસ,કલોરીન રુમ સહિતના અન્ય સ્થળે નિયમિત સફાઈનો પણ અભાવ જોવા મળે છે.

શહેરના મધ્ય ઉપરાંત પૂર્વ અને ઉત્તર તથા દક્ષિણ એમ ચાર ઝોનમાં પાણીજન્ય રોગના કેસોએ ઉથલો માર્યો છે.કોંગ્રેસના કોર્પોરેટરે કરેલા આક્ષેપ મુજબ, ટેન્ડરની શરત મુજબ મેનપાવર અને મશીનરી પુરી પાડવામા આવતી નથી. એક પણ એજન્સી દ્વારા કોસ્ટિક સોડા નાંખવાની કામગીરી સંતોષજનક કરવામા આવતી નથી.કલોરીન સિલિન્ડર સાથે કનેકટ થતી  કોપર પાઈપો સ્પેશિયલ હોય છે. આમ છતાં એજન્સીઓ દ્વારા સબ સ્ટાન્ડર્ડ કંપનીની વાપરવામા આવે છે.કલોરીન ગેસ માપવાના મીટર તેમજ અન્ય મીટર નબળી ગુણવત્તાવાળા હોવા ઉપરાંત મોટાભાગના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં મીટરો પણ નથી.પૂર્વ વિસ્તાર માટે ૨૬ પમ્પિંગ સ્ટેશનમાં શીવમ એજન્સી દ્વારા કલોરીન સેફટી ઈકવીપમેન્ટ,રેગ્યુલેટર ખરીદીને નાંખેલા નથી.જેની વિજિલન્સ તપાસ કરાવવા મ્યુનિ.કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે.