Gujarat
કોમન પ્લોટમાં બાવળ ઉગી નીકળતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો
By GS TEAM
29 Jun 20251 min read

- જીનતાન રોડ પર ઘર હો તો ઐસા ફ્લેટના
- વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં હાલાકીઃ તાકિદે સમસ્યાનો ઉકેલ લાવવા રહીશોની માંગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં ઘર હો તો ઐસા ફ્લેટના કોમન પ્લોટમાં બાવળ ઉગી નીકળતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. તેમજ વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં રહીશોની હાલાકી વધી છે. સ્થાનિકોએ તાકિદે સમસ્યાનો ઉકેલ લાવવા માંગ ઉઠાવી છે.
સુરેન્દ્રનગર શહેરમાં જીનતાન રોડ પર આવેલા ઘર હો તો ઐસા ફલેટના કોમન પ્લોટમાં બિનજરૂરી ઝાડ, બાવળ ઉગી નીકળતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને મચ્છરજન્ય રોગો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. તેમજ ચોમાસા દરમિયાન બાવળોમાંથી જીવજંતુ કે સાપ નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે. આ ઉપરાંત ફલેટની પાછળના ભાગમાં પણ વરસાદી પાણીનો નિકાલ ન થતાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે અને ઠેરઠેર પ્લાસ્ટીકનો કચરો તેમજ ગંદકી નજરે પડી રહી છે.
જે અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવતાં સ્થાનિક રહિશોમાં રોષ જોવા મળી રહ્યો છે. આથી તાત્કાલીક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.








