Get The App

મચ્છરજન્ય રોગચાળો વકર્યો, અમદાવાદમાં એક વર્ષમા ડેન્ગ્યૂના ૨૫૩૮ કેસ,ત્રણ દર્દીનાં નિપજેલા મોત

ત્રણ મહિનામા ઓરીના ૬૦૦ કેસ નોંધાયા,કોરોનાના હાલ દસ એકિટવ કેસ,કોવિશિલ્ડ વેકિસન આવતા હજુ એક સપ્તાહ લાગશે

Updated: Jan 3rd, 2023

GS TEAM


Google News
Google News
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, અમદાવાદમાં એક વર્ષમા ડેન્ગ્યૂના ૨૫૩૮ કેસ,ત્રણ દર્દીનાં નિપજેલા મોત 1 - image


અમદાવાદ,મંગળવાર,3 જાન્યુ,2023

અમદાવાદમા પુરા થયેલા વર્ષ-૨૦૨૨માં મચ્છરજન્ય રોગચાળો વકર્યો હતો.વર્ષ-૨૦૨૨માં ડેન્ગ્યૂના કુલ ૨૫૩૮ કેસ નોંધાવાની સાથે ડેન્ગ્યૂથી ત્રણ દર્દીના મોત નિપજયા હતા.છેલ્લા ત્રણ મહિનામા ઓરીના ૬૦૦ કેસ જયારે વર્ષ-૨૦૨૨મા ઓરીના કુલ ૭૪૩ કેસ નોંધાયા હતા.કોરોનાના શહેરમા હાલમા કુલ દસ એકિટવ કેસ છે.કોવિશિલ્ડ વેકિસન આવતા હજુ એક સપ્તાહ જેટલો સમય લાગશે.

વર્ષ-૨૦૨૨મા શહેરમા મેલેરિયાના કુલ ૧૨૭૩, ઝેરી મેલેરિયાના ૧૭૯ જયારે ડેન્ગ્યૂના ૨૫૩૮ કેસ નોંધાયા હતા.દક્ષિણ ઝોનમા ડેન્ગ્યૂના વર્ષ દરમિયાન ૫૧૫,પૂર્વઝોનમા ૫૭૧ ઉપરાંત પશ્ચિમ ઝોનમા ૪૦૦થી વધુ કેસ નોંધાયા હતા.મધ્યઝોનમા ૧૫૩, ઉત્તરઝોનમા ૨૭૭ તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનમા ૩૫૩ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમા ૨૦૦થી વધુ ડેન્ગ્યૂના કેસ નોંધાયા હતા.આ પૈકી રામોલ અને લાંભામા અનુક્રમે બસ્સો-બસ્સો કેસ નોંધાયા હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. ડેન્ગ્યૂ માટે વર્ષ દરમિયાન ૨૬,૬૩૩ સીરમ સેમ્પલ લેવામા આવ્યા હતા.સમગ્ર વર્ષ દરમિયાન સાદા મેલેરિયાના ૧૨૭૪ તથા ઝેરી મેલેરિયાના ૧૭૯ કેસ નોંધાયા હતા. ચિકનગુનિયાના ૨૭૮ કેસ નોંધાયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીના કહેવા પ્રમાણે, પુરા થયેલા વર્ષ-૨૦૨૨મા પાણીજન્ય રોગના કેસમા પણ વધારો નોંધાયો હતો.ડીસેમ્બર મહીનામા ટાઈફોઈડના ૩૬૫, ઝાડા ઉલટીના ૩૬૯ જયારે કમળાના ૩૧૬ કેસ નોંધાયા હતા.

ગત વર્ષે ઓકટોબર-૨૦૨૨મા ઓરીના ૧૧૫,નવેમ્બરમા ૩૩૭ તથા ડીસેમ્બરમા ૧૩૪ કેસ નોંધાયા હતા.ઓરી સામે નવ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોને રક્ષિત કરવા એકલાખ બાળકોને અત્યારસુધીમા વેકિસન આપવામા આવી છે.વર્ષ-૨૦૨૨ દરમિયાન શહેરમા સીઝનલ ફલૂના કુલ મળીને ૧૧૪૨ કેસ નોંધાયા હતા.શહેરમા હાલની પરિસ્થિતિમા કોરોના સામે રક્ષિત કરવા કોવેકિસનનો પહેલો અને બીજો ડોઝ લેનારા લોકોને કોવેકિસન વેકિસનનો પ્રિકોશન ડોઝ આપવામા આવી રહયો છે.કોરોનાના દસ એકિટવ કેસ પૈકી ચાર કેસમા ટ્રાવેલ હીસ્ટ્રી હોવાનુ તપાસમા બહાર આવ્યુ છે.વર્ષ-૨૦૨૨મા શહેરના વિવિધ વિસ્તારમાંથી લેવામા આવેલા પાણીના સેમ્પલની તપાસ બાદ ૧૫૭૮ સેમ્પલમા કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો જયારે ૭૧ સેમ્પલ અનફીટ જાહેર કરવામા આવ્યા હતા.

વર્ષ દરમિયાન શહેરમા કયા રોગના કેટલા કેસ નોંધાયા

રોગ            કુલ કેસ       

મેલેરિયા        ૧૨૭૩

ઝેરી મેલેરિયા  ૧૭૯

ડેન્ગ્યૂ           ૨૫૩૮

ચિકનગુનિયા   ૨૭૮

ઝાડા ઉલટી    ૬૬૦૪

ટાઈફોઈડ       ૩૧૩૮

કમળો          ૨૫૦૮

કોલેરા          ૦૩૪

Tags :